Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તાઇવાનમાં ભૂકંપના 100 આંચકાથી ધ્રુજી ઉઠ્યા રહીશો, જાપાનમાં સુનામીનું એલર્ટ

તાઈવાનમાં (Taiwan) રવિવારે બપોરે 7.2ની તીવ્રતાના ભૂકંપ (Earthquake)ના આંચકા અનુંભવાયા હતા. તાઇવાનમાં 24 કલાકમાં ભૂકંપના 100થી વધું આંચકા અનુંભવાયા છે. ભૂકંપના કારણે જાપાનમાં (Japan) સુનામી (Tsunami)નું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે લગભગ 12.14 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પૂર્વી તાઈવાનના યુજિંગ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના કારણે હુઆલિન વિસ્તારમાં ઘણાં મ
તાઇવાનમાં ભૂકંપના 100 આંચકાથી ધ્રુજી ઉઠ્યા રહીશો  જાપાનમાં સુનામીનું એલર્ટ
તાઈવાનમાં (Taiwan) રવિવારે બપોરે 7.2ની તીવ્રતાના ભૂકંપ (Earthquake)ના આંચકા અનુંભવાયા હતા. તાઇવાનમાં 24 કલાકમાં ભૂકંપના 100થી વધું આંચકા અનુંભવાયા છે. ભૂકંપના કારણે જાપાનમાં (Japan) સુનામી (Tsunami)નું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. 
મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે લગભગ 12.14 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પૂર્વી તાઈવાનના યુજિંગ વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના કારણે હુઆલિન વિસ્તારમાં ઘણાં મકાનોને નુકસાન પહોંચ્યું હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ટ્રેન રેલવે ટ્રેક પર પલટી ગઈ હતી, જેના કારણે રેલ સુવિધા પણ પ્રભાવિત થઈ છે.
24 કલાકમાં દેશમાં 100થી વધુ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રવિવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાઈ હતી. આંચકા એટલા જોરદાર હતા કે આ વિસ્તારમાં રહેતા લોકોનો સામાન નીચે પડી ગયો હતો. આ વિસ્તારમાં અનેક મકાનોને નુકસાન થયું છે. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને દરેક પોતાનો જીવ બચાવવા ઘરની બહાર નીકળી ગયા હતા.
જો કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. તાઈવાનની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે તેનું કેન્દ્ર તાઈતુંગ વિસ્તારમાં હતું.  વિસ્તારમાં આસપાસના ઘણા સ્થળોએ ઘણું નુકસાન થયું છે. રસ્તાઓ પર તિરાડો પડી ગઈ હતી. એક પુલને પણ નુકસાન થયું છે.
તાઈવાન રેલ્વે એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે હુઆલીયન અને તાઈતુંગને જોડતી રેલ સેવા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી અને સુરક્ષા તપાસ હાથ ધરવામાં ન આવે ત્યાં સુધી અન્ય પાંચ હાઇ-સ્પીડ ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્ર લોકોને મદદ કરવામાં લાગેલું છે. આ ભયાનક દુર્ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
જાપાનના હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અહીં નાગરિકોને અંધારું થતાં પહેલાં દક્ષિણી દ્વીપ ક્યૂશુને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. રવિવારે અહીં ભારે તોફાન આવવાની શક્યતા છે. જેના કારણે 20 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે તાઈવાન સાથે જોડાયેલા ટાપુ પર સુનામીનો ખતરો છે.
Advertisement
Tags :
Advertisement

.