Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોબાઈલ કવરમાં છુપાવેલા હતા 10 સોનાના બિસ્કિટ, પકડાય જવાના ભયથી પેસેન્જર બિસ્કિટ મૂકી ફરાર, જુઓ Video

સોનાની દાણચોરી કરવા માટે દાણચોરો અવનવા પેંતરાઓ અપનાવતા હોય છે અને એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દાણચોરોના પેંતરાનો પર્દાફાશ કરે છે. મોટે ભાગે દુબઈથી આવતા પેસેન્જરો દાણચોરીનું સોનું દેશમાં ઘુસાડવા ચિત્રવિચિત્ર રીતો અપનાવે છે આવી જ રીતે સોનાના બિસ્કિટ દેશમાં ઘુસાડવાના પ્રયાસ ઝડપાયો છે જેમાં મોબાઈલના કવરમાં છૂપાવીને સોનાના 10 બિસ્કિટ લાવવામાં આવી રહ્યાં હતા જેને  સુરત એરોપોર્ટ પરથà«
06:50 AM Feb 22, 2023 IST | Vipul Pandya
સોનાની દાણચોરી કરવા માટે દાણચોરો અવનવા પેંતરાઓ અપનાવતા હોય છે અને એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દાણચોરોના પેંતરાનો પર્દાફાશ કરે છે. મોટે ભાગે દુબઈથી આવતા પેસેન્જરો દાણચોરીનું સોનું દેશમાં ઘુસાડવા ચિત્રવિચિત્ર રીતો અપનાવે છે આવી જ રીતે સોનાના બિસ્કિટ દેશમાં ઘુસાડવાના પ્રયાસ ઝડપાયો છે જેમાં મોબાઈલના કવરમાં છૂપાવીને સોનાના 10 બિસ્કિટ લાવવામાં આવી રહ્યાં હતા જેને  સુરત એરોપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ઝડપી લીધાં છે.
67 લાખના 10 સોનાના બિસ્કીટ
મળતી વિગતો અનુસાર સુરત એરોપોર્ટ પર થી 67 લાખના 10 સોનાના બિસ્કીટ લગેજ ટ્રોલી માંથી બિનવારસી મળી આવ્યા છે. તપાસમાં પકડાય જવાના ડરથી કોઈ પેસેન્જર બિસ્કિટ મૂકીને ફરાર થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ કસ્ટમ વિભાગે સોનાના  બિસ્કીટનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.
મોબાઈલ કવરમાં મોબાઈલની જગ્યાએ સોનાના બિસ્કીટ
વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે મોબાઈલ કવરમાં સોનાના 10 બિસ્કિટ છૂપાવવામાં આવ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ જોતા આ એક મોબાઈલ ફોન લાગે પણ ખરેખર તેની અંદર સોનાના બિસ્કિટ હતા. હાલ આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કસ્ટમ વિભાગ દ્વારા હાલ CCTV કેમેરાના આધારે આ બિસ્કિટ કોણ લાવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. સોનાના બિસ્કિટની આવી રીતનો દાણચોરીનો કિમિયો ખરેખર ચોંકવાનારો છે.
આ પણ વાંચો - ઈન્કમ ટેક્સ રેડ અને સર્વે વચ્ચે શું તફાવત છે? શું છે આવકવેરા વિભાગનો કાયદો, જાણો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeCrimeNewsCustomsDepartmentDubaiGoldGoldBiscuitsGujaratFirstGujaratiNewsSmugglingSuratSuratAirport
Next Article