Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અગ્નિપથના વિરોધ વચ્ચે બિહારમાં ભાજપના આ 10 નેતાઓને 'Y' શ્રેણીની સુરક્ષા અપાઇ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બિહારમાં ભાજપના નેતાઓને CRPF દ્વારા 'Y' શ્રેણીની VIP સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર તરફથી સુરક્ષા મેળવનારા નેતાઓમાં બિહારના નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો સહિત ભાજપના 10 નેતાઓનો સમાવેશ થાય છે. અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાના વિરોધમાં જે રીતે ભાજપના નેાતાઓના ઘર પર હુમલાઓ થઇ રહ્યા છે અને તેમને ધમકીો મળી રહી છે તેને ધ્યાનમાં લઇને આ સુરક્ષા આપવામાં આવી છે.કોન
અગ્નિપથના વિરોધ વચ્ચે બિહારમાં ભાજપના આ 10 નેતાઓને  y  શ્રેણીની સુરક્ષા અપાઇ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બિહારમાં ભાજપના નેતાઓને CRPF દ્વારા 'Y' શ્રેણીની VIP સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર તરફથી સુરક્ષા મેળવનારા નેતાઓમાં બિહારના નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો સહિત ભાજપના 10 નેતાઓનો સમાવેશ થાય છે. અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાના વિરોધમાં જે રીતે ભાજપના નેાતાઓના ઘર પર હુમલાઓ થઇ રહ્યા છે અને તેમને ધમકીો મળી રહી છે તેને ધ્યાનમાં લઇને આ સુરક્ષા આપવામાં આવી છે.
કોને કોને સુરક્ષા મળી?
જેમને સુરક્ષા આપવામાં આવી છે તેમાં બિહર ભાજપ પ્રમુખ ડૉ. સંજય જયસ્વાલ, બિહારના બંને નાયબ મુખ્યમંત્રી તાર કિશોર પ્રસાદ અને રેણુ દેવી, ભાજપના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય હરિ ભૂષણ ઠાકુર, દરભંગાના બીજેપી ધારાસભ્ય સંજય સરોગી, દિઘાના ધારાસભ્ય સંજીવ ચૌરસિયા, દરભંગાના સાંસદ ગોપાલ જી ઠાકુર, બીજેપી એમએલસી અશોક અગ્રવાલ અને એમએલસી દિલીપ જયસ્વાલનો સમાવેશ થાય છે. CRPFના 12 જવાનો તેમની સુરક્ષામાં રહેશે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર CRPF શનિવારથી જ સુરક્ષાનો હવાલો સંભાળશે. 
બિહારમાં ભાજપ નેતાના ઘર પર હુમલો
અગ્નિપથ યોજનાના વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ શુક્રવારે બેતિયામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સંજય જયસ્વાલ અને નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીના નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે ભાજપના નેતાઓની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે ડૉ. સંજય જયસ્વાલે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નીતિશ કુમાર સરકાર પર પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે અગ્નિપથ આંદોલન દરમિયાન બિહારમાં માત્ર બીજેપીના નેતાઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
138 FIR, 15 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ
બિહારમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. રાજ્યમાં હિંસક વિરોધ કરનારાઓ સામે અત્યાર સુધીમાં 138 FIR નોંધવામાં આવી છે. આ સાથે 718 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. બિહારના ADG કાયદો અને વ્યવસ્થા સંજય સિંહે કહ્યું કે, CCTV ફૂટેજ અને વીડિયો ફૂટેજના આધારે હિંસા આચરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. અગ્નિપથ વિરુદ્ધ હિંસક વિરોધને જોતા બિહાર સરકારે 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી છે. બિહારના 15 જિલ્લામાં 19 જૂન સુધી ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.
Advertisement
Tags :
Advertisement

.