વર્લ્ડ કપ T-20 સેમિફાઇનલમાં હારને કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તૂટી ગઈ, અનુષ્કાએ કહી આ વાત
23 ફેબ્રુઆરીના રોજ ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia)ની મહિલા ક્રિકેટ (Women's Cricket) ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ શાનદાર રહી. બંને ટીમોએ પોતપોતાની બાજુથી સારું પ્રદર્શન કર્યું હતું. જોકે ટીમ ઈન્ડિયા આ મેચ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 5 રનથી હારી ગઈ હતી. જે બાદ ભારતીય ટીમ રડતી જોવા મળી હતી. આ દરમિયાન કેમેરામાં મહિલા ટીમની રડતી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા. જે બાદ હાલમાં જ ભારતીય ક્રિકેટર વિરાટ કà«
23 ફેબ્રુઆરીના રોજ ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia)ની મહિલા ક્રિકેટ (Women's Cricket) ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ શાનદાર રહી. બંને ટીમોએ પોતપોતાની બાજુથી સારું પ્રદર્શન કર્યું હતું. જોકે ટીમ ઈન્ડિયા આ મેચ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 5 રનથી હારી ગઈ હતી. જે બાદ ભારતીય ટીમ રડતી જોવા મળી હતી. આ દરમિયાન કેમેરામાં મહિલા ટીમની રડતી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા. જે બાદ હાલમાં જ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma)ની પ્રતિક્રિયા સામે આવી છે.
અનુષ્કાએ હરમનપ્રીતને પ્રોત્સાહિત કરી
આ હાર બાદ અનુષ્કા શર્માએ ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત (Harmanpreet Kaur)ને પ્રોત્સાહિત કરી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. અનુષ્કાએ તેમાં લખ્યું છે - મને તમારા અને તમારી આખી ટીમ પર ગર્વ છે, કેપ્ટન. આ સાથે અનુષ્કાએ બ્લુ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. અનુષ્કાએ સ્ટોરી પર એક વીડિયો પણ શેર કર્યો છે. તે ICC T20 વર્લ્ડ કપનો વીડિયો છે, જેમાં તેણે લખ્યું છે - આ મહિલાઓ. આ વીડિયોમાં પૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા હરમનપ્રીત કૌરને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
હરમનપ્રીત ખૂબ જ ભાવુક હતી
ICC T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં હાર્યા બાદ આખી ભારતીય મહિલા ટીમ ખૂબ જ નિરાશ હતી. આ હાર બાદ તમામ ખેલાડીઓ રડતા જોવા મળ્યા હતા. મેચ પૂરી થયા બાદ હરમનપ્રીત જ્યારે સ્ટેજ પર પહોંચી ત્યારે તેમણે કાળા સનગ્લાસ પહેર્યા હતા. તે દરમિયાન હરમનપ્રીત ખૂબ જ ભાવુક હતી.
જીતવા માટે માત્ર 5 રનની જરૂર હતી
તમને જણાવી દઈએ કે આ સેમીફાઈનલમાં હરમનપ્રીત કૌરે 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. જે બાદ તે રનઆઉટ થઈ હતી. તે દરમિયાન ભારતને જીતવા માટે માત્ર 5 રનની જરૂર હતી, જેના કારણે હરમનપ્રીત વધુ હેબતાઈ ગઈ હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement