Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશની દિકરીઓ જીતવા તૈયાર, આજથી Women's T20 World Cup શરુ, રવિવારે ભારત-પાક મુકાબલો

 આજથી  Women's T20 World Cup 2023 શરુદક્ષિણ આફ્રિકામાં શરુ થશે ટુર્નામેન્ટરવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો26 ફેબ્રુઆરીએ યોજાશે ફાયનલહરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ મુકાબલો જીતવા સજ્જમહિલા T20 વર્લ્ડ કપ 2023 ( Women's T20 World Cup) આજે 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનારી આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ હોમ ટીમ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાશે. બીજી તરફ ટીમ ઈન્ડિયા તેà
દેશની દિકરીઓ જીતવા તૈયાર  આજથી women s t20 world cup શરુ  રવિવારે ભારત પાક મુકાબલો
  •  આજથી  Women's T20 World Cup 2023 શરુ
  • દક્ષિણ આફ્રિકામાં શરુ થશે ટુર્નામેન્ટ
  • રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો
  • 26 ફેબ્રુઆરીએ યોજાશે ફાયનલ
  • હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમ મુકાબલો જીતવા સજ્જ
મહિલા T20 વર્લ્ડ કપ 2023 ( Women's T20 World Cup) આજે 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનારી આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ હોમ ટીમ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે રમાશે. બીજી તરફ ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ટીમને ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સાથે મેગા ઈવેન્ટના ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. બીજી તરફ ગ્રુપ Aમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સાથે શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડની ટીમો ગ્રુપ Aમાં હાજર છે.

ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા તૈયાર 
મહિલા T20 વર્લ્ડ કપની આ 8મી આવૃત્તિ છે. અગાઉ આ ટૂર્નામેન્ટનું સાત વખત આયોજન કરવામાં આવ્યું છે અને ઓસ્ટ્રેલિયા પાંચ વખત આ ટુર્નામેન્ટ જીતીને સૌથી સફળ ટીમ રહી છે. તે જ સમયે, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝે એક-એક વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. ભારતીય ટીમ અગાઉની આવૃત્તિમાં ઉપવિજેતા રહી હતી અને ફાઇનલમાં કાંગારૂ ટીમ સામે હારી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં આ વખતે ટીમ ઈન્ડિયા પાછલી હારને ભૂલીને જીત મેળવી દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા માંગશે.
ટિમ ઇન્ડિયાનું શિડ્યુલ
12 ફેબ્રુઆરી - ભારત વિ પાકિસ્તાન, કેપ ટાઉન
15 ફેબ્રુઆરી - વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત, કેપ ટાઉન
18 ફેબ્રુઆરી – ઈંગ્લેન્ડ વિ. ભારત, ગ્કેબરહા
20 ફેબ્રુઆરી - આયર્લેન્ડ વિરુદ્ધ ભારત, ગ્કેબરહા
Advertisement

ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીએ
આ ટુર્નામેન્ટમાં તમામ ટીમો લીગ તબક્કામાં 4-4 મેચ રમશે. આ પછી, બંને જૂથની ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ 23 અને 24 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે. અને ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીએ આ જ મેદાન પર યોજાશે. આમાં કુલ 23 મેચ રમાશે.
ભારતીય ટીમ
15 સભ્યોની ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), રિચા ઘોષ (વિકેટ-કીપર), જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે.
અનામત: સાભિનેની મેઘના, સ્નેહ રાણા, મેઘના સિંહ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.