દુનિયાના આ દેશ, જ્યાં નાગરીકો પાસે એક રુપિયો પણ ટેક્સ લેવાતો નથી
આપણે ત્યાં ભારત (India) માં જ્યારે પણ બજેટ રજૂ થવાનું હોય ત્યારે લોકોમાં એક ઉત્સુક્તા વધારે હોય છે કે ઇન્કમટેક્સમાં કોઇ રાહત અપાઇ છે કે કેમ અને અન્ય ટેક્સમાં પણ કેટલો વધારો ઘટાડો થયો છે. સરકાર લોકો પાસેથી વિવિધ પ્રકારના ટેક્સ વસુલે છે અને તેનો ઉપયોગ દેશમાં વિકાસકાર્યો માટે થાય છે. ટેક્સ કોઇ પણ દેશ માટે આવકનો સ્ત્રોત છે પણ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એવા કેટલાક દેશો પણ છે જ્યાàª
04:50 AM Feb 06, 2023 IST
|
Vipul Pandya
આપણે ત્યાં ભારત (India) માં જ્યારે પણ બજેટ રજૂ થવાનું હોય ત્યારે લોકોમાં એક ઉત્સુક્તા વધારે હોય છે કે ઇન્કમટેક્સમાં કોઇ રાહત અપાઇ છે કે કેમ અને અન્ય ટેક્સમાં પણ કેટલો વધારો ઘટાડો થયો છે. સરકાર લોકો પાસેથી વિવિધ પ્રકારના ટેક્સ વસુલે છે અને તેનો ઉપયોગ દેશમાં વિકાસકાર્યો માટે થાય છે. ટેક્સ કોઇ પણ દેશ માટે આવકનો સ્ત્રોત છે પણ તમને જાણીને નવાઇ લાગશે કે દુનિયામાં એવા કેટલાક દેશો પણ છે જ્યાં નાગરીકો પાસે કોઇ પણ પ્રકારનો ટેક્સ લેવાતો નથી. જાણો આ દેશ ક્યા છે અને કેમ ત્યાં ટેક્સ લેવાતો નથી તેની રોચક વાતો..
ધ બહમાસ---
ઉત્તર અમેરિકામાં કેરેબિયન ક્ષેત્રના આ દેશમાં કોઇ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી. આ ટાપુ પર 4 લાખની વસતી છે અને પ્રતિ વ્યક્તિ 32408 ડોલર આવક ધરાવે છે. આ દેશમા 29 દ્વીપ અને નાના 2652 ટાપુ છે જેથી પ્રવાસીઓ આવે છે અને દેશને આવક થાય છે.
કુવૈત--
કુવૈત સહિત અરબના દેશો પેટ્રોલિયમ સમૃદ્ધી ધરાવે છે. અને કુવૈત કૃડ ઓઇલ ઇકોનોમી ધરાવે છે. ઇન્કમટેક્ષ અને કોર્પોરેટ ટેક્સ લેવાતો નથી પણ સોશિયલ ઇન્સ્યોરન્સમાં લોકોએ યોગદાન આપવું પડે છે. આ દેશ તેલનો અખૂટ ભંડાર ધરાવે છે.
કતાર--
વેપાર ધંધામાં કતાર મોખરે છે. કૃડ ઓઇલની સાથે સાથે સર્વિસ બિઝનેસ પણ સમૃદ્ધ છે. અહી બહારથી કામ કરવા આવતા લોકોની સંખ્યા વધારે છે. અહી કેપિટલ ગેઇન્સ કે ઘન સંપત્તી ટ્રાન્સફર કરવામાં કોઇ ટેક્સ વસુલાતો નથી.
બ્રુનેઇ--
આ દેશ સાઉથ ઇસ્ટ એશિયામાં આવેલો છે અને ઇસ્લામિક કિંગડમ તરીકે ઓળખાય છે. બ્રુનેઇના સુલતાન વૈભવથી ચર્ચામાં રહે છે. દેશની વસતી 4.50 લાખ છે અને તેલનો વિશાળ ભંડાર ધરાવે છે અને તેથી રાજા નાગરીકો પાસેથી કોઇ પણ પ્રકારનો ટેક્સ લેતા નથી.
માલદિવ--
દુનિયાભરના પ્રવાસીઓ માટે માલદિવ ફરવા માટે હોટ સ્પોટ છે. પ્રવાસીઓના ધસારાથી અહી ટુરિઝમ ઇકોનોમી વિકસી છે. આવકનો મોટો સ્ત્રોત ટુરિઝમથી મળતો હોવાથી લોકોને ટેક્સ આપવો પડતો નથી.
બહેરિન--
આ દેશમાં દેશનો રાજા જ રાષ્ટ્રનો વડો છે અને બહેરીનમાં અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે વિવિધ અર્થ વ્યવસ્થા છે તથા પેટ્રોલિયમ પેદાશો પણ આવકનો સ્ત્રોત છે. એલ્યુમિનીયમ, લોખંડ, ખાતર ઉત્પાદન, ઇસ્લામિક બેંકો અને જહાજ તથા પર્યટન દ્વારા પણ આવક મળે છે જેથી અહીં વ્યક્તિગત કર માળખાની કોઇ સુવિધા નથી.
યુએઇ--
સંયુક્ત આરબ અમિરાત તરીકે ઓળખાતો આ દેશ ખાડી ક્ષેત્રમાં સૌથી અમીર દેશ છે. કૃડ ઓઇલ અને ટુરિઝમની મોટી આવક છે અને 415 બિલીયન યુએસ ડોલરની જીડીપી ધરાવે છે જેથી અહી લોકોને ઇન્કમટેક્સ ભરવો પડતો નથી.
ઓમાન--
આ દેશ પણ ખાડી દેશોમાં આર્થિક રીતે ભારે સમૃદ્ધ દેશ છે.ઓઇલ અને ગેસ સેક્ટર મજબૂત હોવાથી આર્થિક વ્યવસ્થા મજબૂત છે અને તેથી જ અહી પણ લોકો પાસે ટેક્સ લેવાતો નથી. જો કે 12થી 15 ટકા કોર્પોરેટ ટેક્સ લેવામાં આવે છે.
કેમેન આઇસલેન્ડ--
ઉત્તર અમેરિકાના મહાદ્વીપના કેરેબિયન ક્ષેત્રમાં આ દેશ આવેલો છે. અહીં પણ કરોડો પ્રવાસીઓ ફરવા માટે આવે છે અને ટુરિઝમના કારણે આર્થિક સમૃદ્ધી આવી છે. જેથી આ દેશમાં પણ કોઇ પણ પ્રકારનો ટેક્સ લેવાતો નથી. આ દેશ કર ચોરો માટે આશ્રય સ્થાન ગણાય છે.
મોનાકો
પશ્ચિમ યુરોપમાં આ દેશ આવેલો છે અને ક્ષેત્રફળની દ્રષ્ટીએ ખુબ નાનો દેશ છે. અને માત્ર 35000ની જ વસતી છે. આ દેશ પણ પ્રવાસન અને મનોરંજન માટે જાણીતો છે અને તેથી અહી પણ ટેક્સ લેવાતો નથી અને ટેક્સ હેવન તરીકે જાણીતો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article