Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂ.વિસામણ બાપુની પોસ્ટલ ટીકીટનું કરાયું લોકાર્પણ

પૂ.વિસામણ બાપુની પોસ્ટલ ટીકીટનું કરાયું લોકાર્પણપાળીયાદ મુકામે સ્મારક ટપાલ ટિકિટ વિમોચન કાર્યક્રમ યોજાયો ભારત સરકારના સન્માનનીય પગલાથી પાળીયાદ સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેરબોટાદ (Botad) જિલ્લાના પાળીયાદ ગામે આવેલી સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ દેહાણ જગ્યાની કિર્તી કેન્દ્ર સરકાર સુધી પહોંચતા પોસ્ટલ ટીકીટ છાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ભારત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ
પૂ વિસામણ બાપુની પોસ્ટલ ટીકીટનું કરાયું લોકાર્પણ
  • પૂ.વિસામણ બાપુની પોસ્ટલ ટીકીટનું કરાયું લોકાર્પણ
  • પાળીયાદ મુકામે સ્મારક ટપાલ ટિકિટ વિમોચન કાર્યક્રમ યોજાયો 
  • ભારત સરકારના સન્માનનીય પગલાથી પાળીયાદ સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર
બોટાદ (Botad) જિલ્લાના પાળીયાદ ગામે આવેલી સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ દેહાણ જગ્યાની કિર્તી કેન્દ્ર સરકાર સુધી પહોંચતા પોસ્ટલ ટીકીટ છાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ભારત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, દેવુસિહ ચૌહાણ અને સૌરાષ્ટ્રની વિવિધ જગ્યાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં પૂજય વિસામણબાપુના ફોટાને પોસ્ટલ ટિકિટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

વંદનીય સંત પૂ . વિસામણબાપુના ફોટાની પોસ્ટલ ટિકિટ 
ભારત દેશમાં વિશેષ વ્યક્તિ સન્માન માટે ભારત સરકાર તરફથી સ્મૃતિ ઉજાગર કરવા માટે અને સન્માન વ્યક્ત કરવા માટે પોસ્ટલ ટીકીટના માધ્યમથી પ્રેરક સંદેશો આપીને જે તે ખાસ વ્યક્તિના ફોટાવાળી પોસ્ટલ ટીકીટ છાપીને પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં આવેલી સુપ્રસિદ્ધ પાળીયાદ જગ્યાના વંદનીય સંત પૂ . વિસામણબાપુના ફોટાને પોસ્ટલ ટિકિટ તરીકે આજે ૩૧ ડિસેમ્બરે માન્યતા આપવામાં આવી છે. આજે પાળીયાદ મુકામે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી , જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી સહિત આગેવાનો અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલ સંતો મહંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

લોકોમાં આનંદની લાગણી
વિસામણ બાપુના ફોટાને પોસ્ટ ટિકિટમાં માન્યતા મળવાના સમાચારથી જગ્યાના મહંત અને ભાવિકજનો માં ગૌરવ સાથે આનંદની લાગણી જોવા મળી રહી છે. પાળીયાદ મુકામે યોજાયેલ પૂજય વિસામણબાપુ ના ફોટાની પોસ્ટલ ટિકિટ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.