Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં ટૂંક સમયમાં 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે 'ધ કાશ્મીર ફાઇલ્સ'

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ત્રણ અઠવાડિયા પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થવા છતાં બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે. હાલમાં અનુપમ ખેર અભિનીત ફિલ્મની દર્શકો અને વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. બોક્સ ઓફિસ પર 100 કરોડ અને પછી 200 કરોડની ક્લબમાં ઝડપથી પહોંચેલી આ ફિલ્મ ટૂંક સમયમાં 250 કરોડનો આંકડો પાર કરવા જઈ રહી છે.25મા દિવસે કમાણીએટેક, મોર્બિયસ અને RRRની હાજરી છતા
08:06 AM Apr 05, 2022 IST | Vipul Pandya
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ત્રણ અઠવાડિયા પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થવા છતાં બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે. હાલમાં અનુપમ ખેર અભિનીત ફિલ્મની દર્શકો અને વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. બોક્સ ઓફિસ પર 100 કરોડ અને પછી 200 કરોડની ક્લબમાં ઝડપથી પહોંચેલી આ ફિલ્મ ટૂંક સમયમાં 250 કરોડનો આંકડો પાર કરવા જઈ રહી છે.
25મા દિવસે કમાણી
એટેક, મોર્બિયસ અને RRRની હાજરી છતાં, 'ધ કાશ્મીર ફાઇલ્સ' તેના ચોથા સપ્તાહમાં રૂ. 250 કરોડની ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે. જોકે, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે 25માં દિવસે અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે. તેના ચોથા સોમવારે 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર 1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે  ફિલ્મનું કુલ કલેક્શન 245.49 કરોડ રૂપિયા થઈ ગયું છે.
વિશ્વભરમાં રૂ. 300 કરોડનો આંકડો વટાવ્યો 
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી તેની તાજેતરની રિલીઝ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની બોક્સ ઓફિસ સફળતાની ઉજવણી કરી રહ્યા છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 331 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે આ ફિલ્મ ભારતમાં ટૂંક સમયમાં 250 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે.

સપ્તાહવાર કમાણી 
  • પ્રથમ સપ્તાહે 97.3 કરોડ
  • બીજા સપ્તાહે રૂ. 108.97 કરોડ
  • ત્રીજા અઠવાડિયે રૂ. 30.95 કરોડ
  • કુલ રૂ. 245.49 કરોડ
Tags :
250cr300crGujaratFirstMoviethekashmirfilethekashmirfilescollectionVivekAgnihotri
Next Article