Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ફર્સ્ટની ખબરની અસર, :ઝૂંપડપટ્ટીના બાળકોને નશામુક્ત કરાવવા આખરે તંત્ર જાગ્યું

પોરબંદર (Porbandar)ના બાળકો-તરૂણો હાઇબોન્ડ તથા સોલ્યુશનના ટ્યુબના નશાના રવાડે ચડ્યા હોવાનો અહેવાલ `ગુજરાત ફર્સ્ટ ' (Gujarat First)પ્રસિદ્ધ કર્યાના પગલે નશાબંધી વિભાગ દ્વારા કાઉન્સેલીંગનો પ્રારંભ કરાયો હતો.બાળકો-તરૂણો સોલ્યુશન તથા હાઇબોન્ડ ટ્યુબના નશાના રવાડેપોરબંદર શહેરના ઝુપડપટ્ટી તેમજ અન્ય વિસ્તારના બાળકો-તરૂણો સોલ્યુશન તથા હાઇબોન્ડ ટ્યુબના નશાના રવાડે ચડ્યા છે. આ અંગેનો અહેવાલ પણ `ગà«
ગુજરાત ફર્સ્ટની ખબરની અસર   ઝૂંપડપટ્ટીના બાળકોને નશામુક્ત કરાવવા આખરે તંત્ર જાગ્યું
પોરબંદર (Porbandar)ના બાળકો-તરૂણો હાઇબોન્ડ તથા સોલ્યુશનના ટ્યુબના નશાના રવાડે ચડ્યા હોવાનો અહેવાલ `ગુજરાત ફર્સ્ટ ' (Gujarat First)પ્રસિદ્ધ કર્યાના પગલે નશાબંધી વિભાગ દ્વારા કાઉન્સેલીંગનો પ્રારંભ કરાયો હતો.

બાળકો-તરૂણો સોલ્યુશન તથા હાઇબોન્ડ ટ્યુબના નશાના રવાડે
પોરબંદર શહેરના ઝુપડપટ્ટી તેમજ અન્ય વિસ્તારના બાળકો-તરૂણો સોલ્યુશન તથા હાઇબોન્ડ ટ્યુબના નશાના રવાડે ચડ્યા છે. આ અંગેનો અહેવાલ પણ `ગુજરાત ફર્સ્ટ  પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારે નશાબંધી ખાતુ દોડતું થયું છે. ચોપાટી સહિતના વિસ્તારોમાં નશાના રવાડે ચડેલા બાળકોના રહેઠાણની મુલાકાત કરી તેમનું કાઉન્સિલીંગ નશાબંધી ખાતા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના માતા-પિતાને સમજણ આપવામાં આવી હતી અને બાળકોને બિસ્કીટનું વિતરણ કરાયું હતું.
નાગરીકે `ગુજરાત ફર્સ્ટ ' ને આ વીડિયો મોકલ્યો
આજના આધુનીક યુગમાં નશાનો ટ્રેન્ડ પણ બદલી રહ્યો હોય તેમ બાળકો હાઇબોન્ડ તથા સોલ્યુશનની ટ્યુબના નશાના રવાડે ચડી રહ્યાં છે. ખાસ કરીને સ્લમ વિસ્તાર અને ઝુપડપટ્ટીના બાળકો આ નશો કરતા હોવાનું અવાર નવાર ધ્યાન પર આવે છે. ૮ માસ પહેલા પણ ધ્યાને આવતા નશાબંધી ખાતાએ સ્લમ વિસ્તાર તથા ઝુપડપટ્ટી વિસ્તારની મુલાકાત લઇ કાઉન્સિલીંગ કર્યું હતું. પરંતુ હજુ પણ બાળકો-તરૂણો સોલ્યુશનની ટ્યુબના નશાના રવાડે જોવા મળી રહ્યાં છે. પોરબંદરના જાગૃત નાગરીકના ધ્યાન પર આ વસ્તુ આવતા નાગરીકે `ગુજરાત ફર્સ્ટ ' ને આ વીડિયો મોકલ્યો હતો. 

ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો 
ગુજરાત ફર્સ્ટે અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો હતો, ત્યારબાદ હવે પોરબંદર નશાબંધી અને આબકારી ખાતું દોડતું થયું છે અને શહેરના ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોની મુલાકાત કરી માતા-પિતા તેમજ તેમના આગેવાનોની સાથે બાળકોનું કાઉન્સિલીંગ કરી અલ્પહાર માટે બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નશાબંધી ખાતાના પ્રચાર-પ્રસારના કાર્યક્રમ અંતર્ગત નશાબંધી ખાતાના પી.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ બાળકોનું કાઉન્સિલીંગ કરી તેમના માતા-પિતાને સમજણ આપવામાં આવી હતી. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.