Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારની મહાગઠબંધન સરકાર માટે આજે કસોટી, સ્પીકર પર ધમાસાણ

બિહાર (Bihar)માં એનડીએ (NDA)થી અલગ થયા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર (Chief Minister Nitish Kumar)ના નેતૃત્વમાં રચાયેલી નવી મહાગઠબંધન સરકાર (Grand Alliance Government) આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. આજે બુધવારે બિહાર વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ સત્ર દરમિયાન જેડીયુ-આરજેડી ગઠબંધને (JDU-RJD Alliance) આજે ગૃહમાં ફ્લોર ટેસ્ટ (Floor Test) દરમિયાન બહુમતી સાબિત કરવી પડશે.હાલમાં વિધાનસભાના સ્પીકર àª
બિહારની મહાગઠબંધન સરકાર માટે આજે  કસોટી  સ્પીકર પર ધમાસાણ
Advertisement
બિહાર (Bihar)માં એનડીએ (NDA)થી અલગ થયા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર (Chief Minister Nitish Kumar)ના નેતૃત્વમાં રચાયેલી નવી મહાગઠબંધન સરકાર (Grand Alliance Government) આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. આજે બુધવારે બિહાર વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ સત્ર દરમિયાન જેડીયુ-આરજેડી ગઠબંધને (JDU-RJD Alliance) આજે ગૃહમાં ફ્લોર ટેસ્ટ (Floor Test) દરમિયાન બહુમતી સાબિત કરવી પડશે.
હાલમાં વિધાનસભાના સ્પીકર વિજય સિન્હાએ પોતાનું પદ છોડવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં બિહાર વિધાનસભાના વિશેષ સત્રમાં ભારે હોબાળો થવાની આશા છે. જો કે બિહાર વિધાનસભાના સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. આવી સ્થિતિમાં વિધાનસભાના સ્પીકર વિજય સિન્હાએ તેને નિયમો અને જોગવાઈ વિરુદ્ધ જણાવ્યું છે. બિહાર વિધાનસભાના સ્પીકર વિજય સિંહા ભાજપના ધારાસભ્ય છે.
 જેડીયુની ટિકિટ પર ધારાસભ્ય બનેલા બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મહેશ્વર હજારીનું કહેવું છે કે સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે, આવી સ્થિતિમાં ડેપ્યુટી સ્પીકરે કામ કરવું પડશે. મહેશ્વર હજારીના મતે વિજય સિંહાએ નૈતિકતા અને બહુમતીને માન આપીને પોતાનું પદ છોડવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે બિહારની 243 સીટોવાળી વિધાનસભામાં સરકાર બનાવવા માટે 122 ધારાસભ્યોની જરૂર છે. આવી સ્થિતિમાં નીતિશ કુમારના નેતૃત્વમાં મહાગઠબંધન પાસે હાલમાં 164 ધારાસભ્યો છે. જે ફ્લોર ટેસ્ટમાં પોતાની બહુમતી સરળતાથી સાબિત કરી શકે છે. બીજી તરફ, અવિશ્વાસ પ્રસ્તાવ પછી સ્પીકર બનવા માટે વિજય સિન્હાને બહુમતની જરૂર પડશે, પરંતુ ભાજપ પાસે માત્ર 77 ધારાસભ્યો છે.
હાલમાં મહાગઠબંધનના ધારાસભ્યોએ 10 ઓગસ્ટે વિધાનસભા સચિવને વિધાનસભા અધ્યક્ષ વિજય સિંહા (Assembly Speaker Vijay Sinha)  વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની (No Confidence Motion) નોટિસ આપી હતી. દરમિયાન, હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આરજેડીના વરિષ્ઠ નેતા અવધ બિહારી ચૌધરી વિધાનસભાના નવા સ્પીકર બની શકે છે. બીજી તરફ JDUના દેવેશ ચંદ્ર ઠાકુરને વિધાન પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.
Tags :
Advertisement

.

×