ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાન પર આતંકીઓએ ગોળીબાર કરતા મોત

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા વધારે એક કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું છે. આતંકીઓ દ્વારા એક સીઆરપીએફ જવાન પર ગોળીબાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ તે જવાનનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર શોપિયાંના રહેવાસી CRPF જવાન મુખ્તાર અહેમદ દોહી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા મુખ્તારને સારવારમાં લઇ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.સર
05:31 PM Mar 12, 2022 IST | Vipul Pandya
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા વધારે એક કાયરતાપૂર્ણ કૃત્ય કરવામાં આવ્યું છે. આતંકીઓ દ્વારા એક સીઆરપીએફ જવાન પર ગોળીબાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ તે જવાનનું મોત થયું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર શોપિયાંના રહેવાસી CRPF જવાન મુખ્તાર અહેમદ દોહી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા મુખ્તારને સારવારમાં લઇ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.
સર્ચ ઓપરેશન શરુ
જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે જવાન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો છે, તે રજા પર પોતાના ઘરે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસમાં આતંકવાદી હુમલાની આ ચોથી ઘટના છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે જ્યા ઘટાન બની છે તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ
આ હુમલા અંગે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ પણ કર્યુ છે. જેમાં તેમણે લખ્યું છે કે છેલ્લા 7-10 દિવસમાં ઑફ-ડ્યુટી સુરક્ષા કર્મચારીઓ, મુખ્ય પ્રવાહના રાજકીય કાર્યકરો અને નાગરિકોની હત્યાઓમાં વધારો થયો છે. શહીદ સીઆરપીએફ જવાન મુખ્તાર અહેમદના પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેઓને જન્નતમાં સ્થાન મળે.
ગઇ કાલે રાત્રે એન્કાઉન્ટર
આ ઘટના પહેલા, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે ત્રણ અલગ અલગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના પાકિસ્તાની કમાન્ડર સહિત ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય અન્ય આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર કાશ્મીર ખીણના પુલવામા, ગાંદરબલ અને કુપવાડા જિલ્લામાં થયા હતું. તેમણે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાના ચેવકલાન વિસ્તારમાં રાત્રે અથડામણમાં જૈશ-એ-મોહમ્મદ (જીએમ)ના બે આતંકવાદીઓ અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા છે.
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે આ અંગે ટ્વીટ કરીને લખ્યું છે કે ‘પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીની ઓળખ JeM કમાન્ડર કમલભાઈ 'જટ્ટ' તરીકે થઈ છે. તે 2018 થી પુલવામા-શોપિયન વિસ્તારમાં સક્રિય હતો અને અનેક આતંકવાદી ગુનાઓ અને નાગરિક અત્યાચારોમાં સામેલ હતો.’
Tags :
CRPFGujaratFirstJammuAndKashmirterrorists
Next Article