Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

... તો અમે પણ વિદ્રોહી છીએ, નૂપુર શર્માના સમર્થનમાં બોલ્યા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર

હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં બની રહેતા ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. ભાજપના નેતા પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એકવાર જ્ઞાનવાપી મસ્જિદ વિશે ટિપ્પણી કરી છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, જો સત્ય બોલવું એ વિદ્રોહ છે તો સમજી લો કે અમે પણ વિદ્રોહી છીએ.દેશમાં છેલ્લા ઘણા દિવસોથી જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોવાની ચર્ચા ચાલà
    તો અમે પણ વિદ્રોહી છીએ  નૂપુર શર્માના સમર્થનમાં બોલ્યા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર
હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં બની રહેતા ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે. ભાજપના નેતા પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એકવાર જ્ઞાનવાપી મસ્જિદ વિશે ટિપ્પણી કરી છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, જો સત્ય બોલવું એ વિદ્રોહ છે તો સમજી લો કે અમે પણ વિદ્રોહી છીએ.
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોવાની ચર્ચા ચાલી હતી. જે પછી તાજેતરમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા પ્રેફેટ મુહમ્મદ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી ચર્ચામાં આવી. જેના કારણે વિશ્વના 15 દેશોએ આ ટિપ્પણી માટે નારાજગી વ્યક્ત કરી હતી. નૂપુરની ટિપ્પણી પર ભારતમાં પણ આક્રોશ જોવા મળ્યો છે, તો સાથે ઘણા એવા લોકો પણ છે કે જેઓ નૂપુરનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. જેમા ભાજપના ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરનો પણ સમાવેશ થઇ ગયો છે. 
Advertisement

પોતાના બળવાખોર ટ્વીટ પર તેમણે કહ્યું કે, હું સત્ય બોલવા માટે બદનામ છું. શિવલિંગ જ્ઞાનવાપીમાં હતું, છે અને રહેશે. હવે તેને જૂઠ્ઠું કહેશો તો ખરાબ લાગશે. વિધર્મીઓનો ઈતિહાસ ગંદો હતો. તમે અમારો ઈતિહાસ જણાવો, અમે તેમનો પર્દાફાશ કરીશું. આ હિંદુઓનું, સનાતની લોકોનું ભારત છે, તેને બચાવવું આપણી ફરજ છે. વિધર્મીઓ તેમની ગંદી માનસિકતા વિશે આપણા દેવી-દેવતાઓને ખરાબ બોલે છે અને આપણે મૌન રહીએ છીએ, આપણે વિરોધ કરવો જોઇએ.

Advertisement

સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે ટ્વિટર પર લખ્યું, 'જો સત્ય બોલવું એ વિદ્રોહ છે, તો સમજી લો કે અમે પણ વિદ્રોહી છીએ. જય સનાતન, જય હિન્દુત્વ...'. પ્રજ્ઞાએ આગળ લખ્યું - જ્યારે લોકો આપણા ભગવાનને ફુવારો કહે છે ત્યારે અમને પણ દુઃખ થાય છે. મહત્વનું છે કે, પ્રજ્ઞા સિંહ ઠાકુરને અર્બન બોડી ચૂંટણીની વિભાગીય પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા નથી. તેમણે ટ્વીટ કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. આ સાથે જ દારૂબંધી પર સરકારને ઘેરનાર ઉમા ભારતીએ નુપુર શર્માને સમર્થન ન આપીને પાર્ટીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
Tags :
Advertisement

.