નીલ ગાયનો શિકાર કરનારા 2 શિકારી ઝડપાયા
સાવરકુંડલા વનવિભાગે બે શિકારીઓને ઝડપી પાડ્યા...ત્રણ દિવસ અગાઉ ઘાતક હથિયારો સાથે નીલગાયનો થયો હતો શિકાર.....ગણતરીની કલાકોમાં બે શિકારીઓ આવ્યા વન વિભાગના સંકજામાંવન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને સાવરકુંડલા (Savarkundla) વનવિભાગે ઝડપી પાડયા હતા.2 શિકારી ઝડપાયાસાવરકુંડલાની વન વિભાગની કચેરી ખાતે દેશી જામગરી બંદૂક, દેશી બંદૂકનો ગન પાઉડર, કુહાડી અને પાઇપ જેવા ઘાતક હથિ
- સાવરકુંડલા વનવિભાગે બે શિકારીઓને ઝડપી પાડ્યા...
- ત્રણ દિવસ અગાઉ ઘાતક હથિયારો સાથે નીલગાયનો થયો હતો શિકાર.....
- ગણતરીની કલાકોમાં બે શિકારીઓ આવ્યા વન વિભાગના સંકજામાં
વન્ય પ્રાણીઓના ઘાતક હથિયારો વડે શિકાર કરતા બે શિકારીઓને સાવરકુંડલા (Savarkundla) વનવિભાગે ઝડપી પાડયા હતા.
2 શિકારી ઝડપાયા
સાવરકુંડલાની વન વિભાગની કચેરી ખાતે દેશી જામગરી બંદૂક, દેશી બંદૂકનો ગન પાઉડર, કુહાડી અને પાઇપ જેવા ઘાતક હથિયારો વડે વન્ય પ્રાણીઓના શિકાર કરતા આ બે શિકારીઓ સાવરકુંડલાના જ છે અને તેમના નામ સતાર કાળુ મોરી અને સુલતાન રહેમાન લાડક હોવાનું બહાર આવ્યું છે.
બંનેએ નીલ ગાયનો શિકાર કર્યો હતો
આ બંને શિકારીઓએ ત્રણ દિવસ પહેલા સાવરકુંડલાના અમૃતવેલની સીમમાં નીલ ગાયનો શિકાર કર્યો હોવાની બાતમીને આધારે વન વિભાગના આર.એફ.ઓ. પ્રતાપભાઈ ચાંદુ અને ફોરેસ્ટર યાસીન જુણેજા સહિતની વનતંત્રની ટીમે દરોડો પાડતા બંને શિકારીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા. ઘટના સ્થળેથી દેશી જામગરી બંધુક, દેશી બંદૂકનો પાવડર, કુહાડી, પાઇપ તેમજ નીલગાયનો દેશી બંધુકથી કરેલો શિકાર સહિતની સાધન સામગ્રી વન વિભાગ એ કબજે લઈને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા આજે વહેલી સવારે બંને શિકારીઓને આબાદ રીતે ઝડપી પાડવામાં વન વિભાગ સફળ થયું હતું.
બંનેની પૂછપરછ
નીલગાયના શિકારી સતાર મોરી અને સુલતાન લાડક દ્વારા અગાઉ નીલગાય કે અન્ય કોઈ વન્ય પ્રાણીઓના શિકાર કર્યા છે કે કેમ તે અંગે વનતંત્ર દ્વારા આગવી ઢબે પૂછપરછ શરૂ કરી છે અને બંને શિકારીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ વનવિભાગે હાથ ધરી હતી. ધારી વનવિભાગના અધિકારી એસ.આર.ત્રિવેદી દ્વારા શિકારીઓની પૂછપરછ કરી હતી. રેવન્યુ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના શિકારો કરતી ટોળકી ઝડપાઈ જતા પર્યાવરણ પ્રેમીઓએ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement