ગુજરાતીઓ થર થર ધ્રુજી ઉઠ્યા, આ વખતે ઠંડીના તમામ રેકોર્ડ તુટયા
ગુજરાતમાં રેકોર્ડબ્રેક કાતિલ ઠંડીનો ચમકારો અમદાવાદમાં 5 ડિગ્રી, ગાંધીનગરમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યોરાજકોટમાં 8,પોરબંદરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યોકચ્છમાં કોલ્ડવેવ યથાવત્,નલિયામાં 2 ડિગ્રીગાંધીનગરમાં 5.3,કંડલામાં 5.5 ડિગ્રી તાપમાનડીસામાં 7,રાજકોટમાં 7.3 ડિગ્રી તાપમાનકચ્છ,બનાસકાંઠાના વિસ્તારોમાં બરફની ચાદરહિમવર્ષાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિઉત્તર-મધ્ય ભારતમાં પણ ગાત્રો થીજàª
03:24 AM Jan 17, 2023 IST
|
Vipul Pandya
- ગુજરાતમાં રેકોર્ડબ્રેક કાતિલ ઠંડીનો ચમકારો
- અમદાવાદમાં 5 ડિગ્રી, ગાંધીનગરમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
- રાજકોટમાં 8,પોરબંદરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
- કચ્છમાં કોલ્ડવેવ યથાવત્,નલિયામાં 2 ડિગ્રી
- ગાંધીનગરમાં 5.3,કંડલામાં 5.5 ડિગ્રી તાપમાન
- ડીસામાં 7,રાજકોટમાં 7.3 ડિગ્રી તાપમાન
- કચ્છ,બનાસકાંઠાના વિસ્તારોમાં બરફની ચાદર
- હિમવર્ષાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ
- ઉત્તર-મધ્ય ભારતમાં પણ ગાત્રો થીજાવતી ઠંડી
- લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર
ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા (Snow Showers)ના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં ખતરનાક શીતલહેર (Cold Wave) ફરી વળી છે. ગુજરાત (Gujarat)માં તાપમાન સતત ગગડી રહ્યું છે. અમદાવાદમાં તાપમાન 5 ડિગ્રીએ પહોંચ્યું છે તો ગાંધીનગરમાં ઠંડીએ પાછલા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોનું તાપમાન 5થી 7 ડિગ્રી રહ્યું છે. માઉન્ટઆબુમાં માઇનસ 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કોલ્ડ વેવની અસરથી લોકો થથરી ઉઠ્યા છે.
ગુજરાતમાં રેકોર્ડબ્રેક કાતિલ ઠંડીનો ચમકારો
ગુજરાતમાં રેકોર્ડબ્રેક કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. સોમવારે રાત્રે અમદાવાદમાં 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ગાંધીનગરમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે અને તાપમાન 5.3 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં 8, ડિગ્રી તાપમાન નોંધાયું છે અને પોરબંદરમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. કચ્છમાં પણ કોલ્ડવેવ યથાવત્ રહ્યો છે. નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ કંડલામાં 5.5 ડિગ્રી તાપમાન, ડીસામાં 7 ડિગ્રી ,રાજકોટમાં 7.3 ડિગ્રી તાપમાન, કેશોદમાં 6.7 ડિગ્રી , ભુજ 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ,બનાસકાંઠાના વિસ્તારોમાં બરફની ચાદર જોવા મળી રહી છે. હિમવર્ષાથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ગુજરાતમાં પણ બર્ફીલો માહોલ
કાતિલ ઠંડીમાં ગુજરાતમાં પણ બર્ફીલો માહોલ જોવા મળ્યો છે. સરહદી તાલુકાના ગામોમાં બરફની ચાદર છવાઇ છે. કડકડતી ઠંડીમાં બનાસકાંઠાવાસીઓ ઠૂંઠવાયા છે. કેટલાક ગામોમાં ખેતરોમાં બરફ જામી ગયો છે.
આબુમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન
આ તરફ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આબુમાં માઈનસ 6 ડિગ્રી તાપમાન રહ્યું છે જેથી કાતિલ ઠંડીમાં સહેલાણીઓ ઠૂંઠવાયા છે. ઠંડીની જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે તો બજારો મોડા ખુલીને વહેલા બંધ થઈ રહ્યા છે.
ઉત્તર-મધ્ય ભારતમાં પણ ગાત્રો થીજાવતી ઠંડી
ઉત્તર-મધ્ય ભારતમાં પણ ગાત્રો થીજાવતી ઠંડી છે. ઠંડીના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. કાશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું એલર્ટ અપાયું છે. રાજધાની દિલ્હીમાં 4.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાનના 5 શહેરમાં પારો શૂન્યથી નીચે ગયો છે અને રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article