પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારી હત્યા
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની માનસાના જવાહરપુર ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એક દિવસ પહેલાં જ પંજાબ સરકારે મુસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પરત ખેંચી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માનસાના જવાહરપુર ગામમાં તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્
01:36 PM May 29, 2022 IST
|
Vipul Pandya
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની માનસાના જવાહરપુર ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એક દિવસ પહેલાં જ પંજાબ સરકારે મુસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પરત ખેંચી હતી.
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માનસાના જવાહરપુર ગામમાં તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મુસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.
આ ઘટનામાં મુસેવાલા અને અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી હતી. મુસેવાલાને ગેંગસ્ટરો તરફથી ધમકીઓ મળી રહી હતી અને આમ છતાં પંજાબ સરકારે કાયદો વ્યવસ્થાનો હવાલો આપીને એક દિવસ પહેલાં જ મુસેવાલા સહિત 424 વીઆઇપીની સુરક્ષા પરત ખેંચી હતી. મુસેવાલાએ આપના વિજય સિંગલા સામે ચૂંટણી પણ લડી હતી.
1993માં જન્મેલા શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિધ્ધુ મુસેવાલા મનસા જીલ્લાના મુસાવાલા ગામના રહેવાસી હતા. તેમના લાખોની સંખ્યામાં ફેન ફોલોઇંગ હતા અને તે પોતાના ગેંગસ્ટર રેપ માટે લોકપ્રિય હતા.
તેમને સૌથી વિવાદાસ્પદ પંજાબી ગાયક માનવામાં આવે છે, જે ખુલ્લેઆમ ગન કલ્ચરને પ્રોત્સાહન આપતા હતા. ઉત્તેજક ગીતોમાં ગેંગસ્ટરોના વખાણ કરતા હતા. તેમની પર શિખ યોધ્ધાની છબીને ખરાબ કરવાનો પણ આરોપ લાગ્યો હતો અને આ વિવાદ બાદ તેમણે માફી પણ માંગી હતી. 2020માં ફાયરીંગ કરતો વિડીયો વાયરલ થયા બાદ તેમની સામે ગુનો પણ નોંધાયો હતો અને તેમાં તેમને જામીન મળ્યા હતા.
Next Article