Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ-વેના પહેલા ફેઝનું કર્યું ઉદ્ધાટન, જાણો એક્સપ્રેસ-વેની ખાસિયતો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે 12 ફેબ્રુઆરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના (Delhi Mumbai Expressway) દિલ્હી-દૌસા-લાલસોટ ફેઝૉને રાષ્ટ્રને સમર્પિત કર્યું. દૌસાથી એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ (PM Modi) કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો.  તેમણે કહ્યું કે, છેલ્લા 9 વર્ષથી અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું રોકાણ કરી રહ્યા છીએ. રાજસ્થાનને (Rajasthan) આ રોકાણનો મોટો ફાયàª
pm મોદીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના પહેલા ફેઝનું કર્યું ઉદ્ધાટન  જાણો એક્સપ્રેસ વેની ખાસિયતો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે 12 ફેબ્રુઆરીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના (Delhi Mumbai Expressway) દિલ્હી-દૌસા-લાલસોટ ફેઝૉને રાષ્ટ્રને સમર્પિત કર્યું. દૌસાથી એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ (PM Modi) કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો.  તેમણે કહ્યું કે, છેલ્લા 9 વર્ષથી અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું રોકાણ કરી રહ્યા છીએ. રાજસ્થાનને (Rajasthan) આ રોકાણનો મોટો ફાયદો મળવાનો છે.

રાજસ્થાનને ફાયદો
તેમણે કહ્યું કે, આજે મને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કરતાં ખૂબ જ ગર્વ છે. તે દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસવેમાંથી એક છે. વિકસિત ભારતનું આ બીજું ભવ્ય ચિત્ર છે. હું દૌસાના રહેવાસીઓ અને દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વર્ષના બજેટમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ રકમ 2014માં જોગવાઈ કરાયેલી રકમ કરતાં પાંચ ગણી છે. આ રોકાણથી રાજસ્થાનને ઘણો ફાયદો થવાનો છે.
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર ભારતના સરહદી વિસ્તારમાં માર્ગ બનાવવાથી ડરતી હતી. તેમને લાગતું હતું કે દુશ્મન આપણે બનાવેલા રોડ પર ચાલી દેશની અંદર આવી જશે. મને સમજાતું નથી કે કોંગ્રેસ શા માટે આપણા સૈનિકોની બહાદુરીને પર શંકા કરે છે. બોર્ડર ઉપર દુશ્મનોને અટકાવવા અને તેમને જડબાતોડ જવાબ આપતાં આપણા સૈનિકોને સારી રીતે આવડે છે.
આ વિસ્તારનું ચિત્ર બદલાઈ જશે
વધુમાં કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર રાજસ્થાન અને દેશની પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં રાજસ્થાન સહિત આ સમગ્ર વિસ્તારનું ચિત્ર બદલી નાખશે. તેમણે કહ્યું કે આ આધુનિક કનેક્ટિવિટી સરિસ્કા ટાઈગર રિઝર્વ, કેઓલાદેવ અને રણથંભોર નેશનલ પાર્ક, જયપુર, અજમેર જેવા ઘણા પ્રવાસન સ્થળોને પણ લાભ આપશે. રાજસ્થાન પહેલાથી જ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષક રહ્યું છે, હવે તેનું આકર્ષણ વધુ વધશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ 246 કિમી લાંબો છે. જે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને સાડા ત્રણ કલાક થઈ જશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિ.મી હશે.
6 રાજ્યોમાંથી પસાર થશે
આ પ્રોજેક્ટથી દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 12 ટકા ઓછું થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે. પહેલા જ્યાં મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, હવે 12 કલાકનો સમય લાગશે.  દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ છ રાજ્યોમાંથી પસાર થશે.
પ્રોજેક્ટ પર વિહંગાવલોકન
  • પ્રોજેક્ટનો નવ કિલોમીટરનો હિસ્સો દિલ્હી વિસ્તારમાં આવે છે, જેના પર 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
  • હરિયાણા ક્ષેત્રમાં કુલ 160 કિલોમીટર પસાર થશે, જેના પર 10,400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
  • 374 કિલોમીટરનો ભાગ રાજસ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે, તેના પર 16,600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
  • મધ્યપ્રદેશમાં 245 કિમી હશે, તેના પર અંદાજિત રૂ. 11,100 કરોડનો ખર્ચ થશે.
  • ગુજરાતમાં એક્સપ્રેસ વે 423 કિમીમાંથી પસાર થશે, તેના પર 35,100 કરોડનો ખર્ચ થશે
  • 23,000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે મહારાષ્ટ્રમાં 171 કિલોમીટરનો હશે.
પ્રોજેક્ટનો ફાયદો
  • દિલ્હીથી મુંબઈ પહોંચવામાં 24ને બદલે માત્ર 12 કલાકનો સમય લાગશે.
  • 1380 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ વે પર માત્ર બે ટોલ પ્લાઝા હશે.
  • આ પ્રોજેક્ટથી દિલ્હીથી મુંબઈનું અંતર 130 કિલોમીટર ઘટશે.
  • પ્રતિવર્ષ 32 કરોડ લિટર કરતાં વધુ ઇંધણની બચત થવાની અપેક્ષા છે.
  • દેશનો પ્રથમ 8 લેન એક્સેસ નિયંત્રિત ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવે હશે
  • છ રાજ્યોના અનેક શહેરોની કનેક્ટિવિટી સુધરશે.
  • ઇંધણની બચતથી CO2 ઉત્સર્જનમાં ભારે ઘટાડો થવાની અપેક્ષા છે
  • એક્સપ્રેસ વેની બંને બાજુ 40 લાખથી વધુ વૃક્ષો  ઉગાડવાની યોજના છે
  • 500 મીટર પર રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી પાણીનો સંગ્રહ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.