Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અંબાજીમાં લોક દરબારમાં DSP સામે લોકોએ એવી રજૂઆત કરી કે સોપો પડી ગયો

રાજ્યમાં વ્યાજખોરો (Moneylenders) અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ (Mega Drive) ચલાવવામાં આવી રહી છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) યોજાયેલા લોકદરબારમાં  (Lok Darbar) લોકોએ વ્યાજખોરોની પોલ ખોલી નાખી હતી.અંબાજીમાં લોકોએ વ્યાજખોરોની પોલ ખોલીશક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્à
07:46 AM Jan 18, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં વ્યાજખોરો (Moneylenders) અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ (Mega Drive) ચલાવવામાં આવી રહી છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં (Ambaji) યોજાયેલા લોકદરબારમાં  (Lok Darbar) લોકોએ વ્યાજખોરોની પોલ ખોલી નાખી હતી.

અંબાજીમાં લોકોએ વ્યાજખોરોની પોલ ખોલી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે. આ મંદિરમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. અંબાજી ખાતે છેલ્લાં કેટલાક સમયથી કેટલાક તત્ત્વો દ્વારા વ્યાજચક્ર ઊંચું વસુલી તગડી કમાણી કરવામાં આવે છે ત્યારે આજે અંબાજી ખાતે યોજાયેલા લોક દરબારમાં જિલ્લા પોલીસવડાની હાજરીમા લોકોએ વ્યાજ લેતા લોકોની પોલ ખોલી નાંખતા મામલો ઉગ્ર બન્યો હતો.

પોલીસ વડાએ કહ્યું કે બાંધછોડ નહીં કરાય
 આ લોક દરબારમાં રજૂઆતો સાંભળી જીલ્લા પોલીસ વડા એ આવા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી. જીલ્લા પોલીસ વડાએ વધુમાં એ પણ જણાવ્યુ હતુ કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને જે લોકોની આવી સમસ્યા કે પ્રશ્નો છે તે લોકોની ફરીયાદો નોંધવામાં આવશે અને વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
      
આબુરોડની બેંકો લોન આપે છે
અંબાજીમાં પોલીસના યોજાયેલા લોક દરબારમાં અંબાજીના જાગૃત નાગરિક બલ્લુ રાજપુતે જણાવ્યું હતું કે અંબાજી ખાતે વ્યાજનું ચક્ર જો સૌથી મોટું ચાલતું હોય તો તે આબુરોડની લોનોનુ ચાલે છે.આબુરોડના બેન્કોના સાહેબો અને એજન્ટો અંબાજી ખાતે લોકોને લોન આપે છે અને ત્યાર બાદ તેઓ નાણા ન ભરતા લોકોનાં ઘરે જઇને મહિલાઓને ધમકીઓ આપે છે અને કહે છે કે તારી પત્નીને ઉપાડી જઈશું. અમુક મહિલાને તો એવું સાહેબો કહે છે કે રૂપિયા ન ભરી શકતા હોઈ તો સાહેબ જોડે માઉન્ટ આબુ આવવું પડશે.
ગૃહમંત્રીનુ મોટું નિવેદન, હવે માત્ર અને માત્ર એક્શન લેવાનો સમય
અંબાજી ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન આપ્યું હતું કે  વ્યાજખોરોને હવે સંદેશો કે ચેતવણી આપવાની જરૂરત નથી. હવે માત્ર ને માત્ર એક્શન લેવાનો સમય છે. ગુજરાત રાજ્યમાં કોઈપણ નાગરિકને વ્યાજ ખોર ત્રાસ આપતો હોય તો તે ચલાવી દેવામાં આવશે નહીં. પણ જે કોઈએ મદદરૂપી રૂપિયા આપ્યા હોય અને કોઈ વ્યક્તિ ના આપવાના બાબતે ખોટી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરતો હોય તો આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં તેને પણ ખાતરી ગુજરાત રાજ્ય ના ગ્રહમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી. 
આ પણ વાંચો--વાઘોડિયા સેવા સદનનો આઉટ સોર્સીંગનો કર્મચારી 1 હજારની લાંચ લેતા પકડાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiGujaratFirstLokDarbarMegaDriveMoneylenderspolice
Next Article