Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિષ્ના ગ્રુપ દ્વારા સન્માન સમારોહ યોજાયો, સંતો-મહંતો અને શિક્ષણવિદો રહ્યાં ઉપસ્થિત

પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ અને સામાજિક સંગઠનો કાર્યરત છે. આ તમામ સંગઠનો પોતાના ઉમદા સેવાકીય કાર્ય થકી આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ સંચાલિત ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ જે સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં અગ્રેસર હોય છે ત્યારે આજરોજ ગોપાલક હાઇસ્કુલ પાટણ ખાતે સન્માન સમારોહ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી નોકરીઓમાં નવી નિમણૂંક
ક્રિષ્ના ગ્રુપ દ્વારા સન્માન સમારોહ યોજાયો  સંતો મહંતો અને શિક્ષણવિદો રહ્યાં ઉપસ્થિત
પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ અને સામાજિક સંગઠનો કાર્યરત છે. આ તમામ સંગઠનો પોતાના ઉમદા સેવાકીય કાર્ય થકી આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ સંચાલિત ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ જે સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક કાર્યમાં અગ્રેસર હોય છે ત્યારે આજરોજ ગોપાલક હાઇસ્કુલ પાટણ ખાતે સન્માન સમારોહ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી નોકરીઓમાં નવી નિમણૂંક પામેલા સમાજ તેજસ્વી તારલાઓનું મોમેન્ટો આપી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પીરાણા ધામના પ્રભાત કાકા માનસરોવરના દાસબાપુ, સંતરામગીરીબાપુ ચવેલીધામથી બળદેવદાસ બાપુ પદ્મશ્રી માલજીભાઇ દેસાઈ, માલધારી સમાજના ભામાશા બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં ક્લાસ વન, કલાસ ટુ અને અન્ય સરકારી નોકરીમાં નવીન નિમણૂંક પામેલા સમાજના ભાઈઓ-બહેનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણ દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવે છે જેમાં ખાસ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગ મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને લગતા કાર્યો રમત ગમત ક્ષેત્ર આયોજન સરકારની વિવિધ યોજનાઓ માટે જાગૃતિ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમો, સામાજિક રીતરિવાજ સુધારણા પરિષદનું સફળ આયોજન, લોકસેવા અને રાષ્ટ્ર સેવા, સહિત અનેકવિધ કાર્યોમાં અગ્રેસર રહી ક્રિષ્ના ગ્રુપ ઓફ પાટણના પ્રમુખ કિરણભાઈ દેસાઈ અને તેમની ટીમ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં પણ ટિફિનની સરાહનીય સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય વિશાલભાઈ દેસાઈ,વિક્રમભાઈ ભુવાજી શંભુભાઈ દેસાઈ, સિદ્ધપુર એપીએમસીના પૂર્વ ચેરમેન અમરતભાઈ દેસાઈ, જીવરાજભાઈ દેસાઈ, નાયબ ખેતી નિયામક શૈલેષભાઈ પટેલ, પારસભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સમાજના વડીલ આગેવાનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.