Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સીદી સમાજના પ્રહરી હીરબાઇ લોધીને પદ્મશ્રી પુરસ્કાર

પ્રજાસત્તાક દિવસ 2023 નિમીત્તે ભારત સરકારે  ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath District) ના તાલાલા તાલુકાના જાંબુર ગામના આફ્રિકી મૂળના સીદી સમાજ (Sidi Samaj)ના હીર હીરબાઇ લોધીને પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ થી સન્માનિત કર્યા છે. તેમણે સીદી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતી પેદા કરીને બાળકોને ભણતા કર્યા છે. તેમણે અનેક મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી છે.હીરબાઈ લોધીએ સીદી સમાજના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યાસદીઓ પહેલ
સીદી સમાજના પ્રહરી હીરબાઇ લોધીને પદ્મશ્રી પુરસ્કાર
પ્રજાસત્તાક દિવસ 2023 નિમીત્તે ભારત સરકારે  ગીર સોમનાથ જિલ્લા (Gir Somnath District) ના તાલાલા તાલુકાના જાંબુર ગામના આફ્રિકી મૂળના સીદી સમાજ (Sidi Samaj)ના હીર હીરબાઇ લોધીને પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ થી સન્માનિત કર્યા છે. તેમણે સીદી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતી પેદા કરીને બાળકોને ભણતા કર્યા છે. તેમણે અનેક મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી છે.

હીરબાઈ લોધીએ સીદી સમાજના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા
સદીઓ પહેલા આફ્રિકાથી ભારત આવીને વસેલો સીદી સમાજ હાલ ગીરના જાંબુરમાં વસવાટ કરે છે ત્યારે પોતે ખૂબ જ ઓછું શિક્ષણ મેળવેલા હીરબાઈ લોધીએ સીદી સમાજના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા છે. હીર બાઈ એ સીદી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેના માટે તેઓએ જાગૃતિ લાવી છોકરા છોકરીઓને ભણતા કર્યા. સીદી મહિલાઓ રોજગાર મેળવે તેના માટે તેમણે પ્રયત્નો કર્યા. પોતાના સામાજિક કાર્યો માટે હિરબાઈ લોધીને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે.


હીરબાઇ લોધી સીદી સમાજના સાચા અર્થના હીર 
હીર બાઇ લોધી...ગીર સોમનાથ જીલ્લામાં આ નામ પડે એટલે એવા સામાજીક કાર્યકર યાદ આવે જેમણે સીદી સમાજમાં જાગૃતિનું અમૂલ્ય કહી શકાય તેવું કાર્ય કર્યું છે. હીરબાઇ લોધી સીદી સમાજના સાચા અર્થના હીર છે અને ગુજરાતનું ગૌરવ બન્યા છે અને તેટલે જ ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે. 

ગામની મહિલાઓને તેમણે રોજગાર અપાવ્યો
હીરબાઇ ઇબ્રાહિમ લોધી તાલાલા તાલુકાના જાંબુર ગામની સીદી સમાજના છે. તેમણે બાળપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી પણ ત્યારબાદ તેમણે જાત માટે સંઘર્ષ કર્યો. રેડીયો સાંભળવાના શોખીન હીરબાઇએ ખેતીવિષયક માહિતી મેળવીને પોતાની જમીનમાં ખેતી કરી અને અન્ય આદિવાસી મહિલાઓનો પણ સહયોગ મેળવ્યો. તેમણે મહિલાઓ સ્વાવલંબી બને તે માટે પોતાના ખેતરમાં ફળોનો બગીચો પણ બનાવ્યો હતો અને ખાતર બનાવાની ફેક્ટરી પણ બનાવી હતી. ગામની મહિલાઓને તેમણે રોજગાર અપાવ્યો હતો.હીરબાઇ માંડ 2 ધોરણ સુધી ભણેલા છે. તેમના 14 વર્ષની વયે લગ્ન થઇ ગયા હતા. સાસરીમાં દુખ જોયા બાદ બાદશાહના નામે ઓળખાતા સિદી સમાજ માટે ઉત્કર્ષનું વિચારવાનું શરુ કર્યું. રેડિયોના  કાર્યક્રમોમાં આવતા સરકારની યોજનાઓ અને અનેક વિકાસના કાર્યક્રમોની જાણ થતી અને એમાંથી શરૂઆત પોતાના કાર્યોની શરૂઆત કરી. જાંબુર ગામમાં શિક્ષણ અને સ્ત્રીઓને પગભર કરવાની શરૂઆત કરવા સૌ પહેલા પોતાની વાડીમાં ગામની મહિલાઓને કામ પર રાખી અને સાથે સાથે બાળકોને શાળાએ મુકવા ઘરે ઘરે સમજાવવાનું શરુ કર્યું. શરૂઆતમાં જાકારો આપતા લોકો ધીમે ધીમે હીરબાઈની વાત સ્વીકારી બાળકોને ભણવા મુક્વા લાગ્યા. 

બચતની ભાવના કેળવી
હીરબાઇએ ગામ અને સમાજના લોકોમાં બચતની ભાવના પેદા થાય તે માટે 10 રુપિયાની બચતથી શરુઆત કરાવી હતી અને ગામમાં સહકારી બેંક ખોલવામાં મદદ કરી હતી. સિદી સમાજના લોકો બચત કરીને આજે કામધંધો કરતા થયા છે. હીરબાઇએ અત્યાર સુધી 1 હજારથી વધુ મહિલાઓને પગભર કરીને છે અને 51થી વધુ સિદી મહિલાઓનું બચત ગૃપ પણ બનાવ્યું છે. ગીર વિસ્તારની 19 ગામની મહિલાઓના બચત ખાતા ખોલવામાં આવ્યા છે. સરકાર પાસે મદદ લેવા છેક ગાંધીનગર પહોંચતા હીરબાઈ ભણેલા ન હતા પણ ગણેલા જરૂર હતા તેની પ્રતીતિ સૌ કોઈને કરાવતા. એક મહિલા ધારે તો શું કરી શકે એ સાબિત કર્યું હીરબાઈ એ ગામના પુરુષો જો કે હીરબાઈનો વિરોધ કરતા પરંતુ ગામની મહિલાઓનો સાથ અને સહકાર હીરબાઈને હિમત પૂરી પાડતા, હીરબાઈએ પોતાના જ ખેતરમાં ઓર્ગેનિક ખાતરની મીની ફેક્ટરી શરુ કરી અને તેમાં ગામની મહિલાઓને રોજીરોટી મળી રહે પોતાના પગભર થાય એ હેતુથી કામ પર રાખી , સાથે સાથે થોડી રકમ બચત કરતા શીખવી અને ગામમાં જ એક શરાફી મંડળી શરુ કરી, પછી ધીમે ધીમે આસપાસના ગામડાઓમાં પણ મહિલાઓ માટે મંડળી શરુ કરી, એમાં સભ્યોની સંખ્યા વધતા બેંકમાં દરેક મહિલાનું એકાઉન્ટ ખોલાવવા મહેનત કરી.
સરપંચ બની ગામનો વિકાસ કર્યો
ગામની સરપંચ તરીકે પણ કામ કર્યું અને ગામના વિકાસ માટે અન્ય કોઈ સરપંચ બને તો સહકાર આપ્યો.આજે ગામના તમામ બાળકો, યુવાનો યુવતીઓ ભણેલા છે, સરકારી નોકરીઓ કરે કરે છે આર્મી અને નેવીમાં જોડાયા છે.હીરબાઈના ખુદના પુત્રો , પુત્રીઓ ભણી ગણી આગળ વધ્ય છે અને તમના સંતાનો એટલે કે હીરબાઈના પૌત્રો અને પુત્રીઓ પણ કોલેજોમાં ભણી રહ્યા છે. 

અનેક એવોર્ડ મળી ચુક્યા છે
તેમને અગાઉ પણ અનેક એવોર્ડ મળી ચુક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમનું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું જ્યારે રિલાયન્સ ગૃપ દ્વારા પણ  તેમને રિયલ હિરો એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. દેશ વિદેશમાંથી તેમને અનેક એવોર્ડ મળ્યા છે છતાં તેઓ આજે પણ ખંતથી પોતાનું કામ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલના છેવાળાના ગામ જાંબુરમાં રહેતા હિરબાઈ ના કાર્યોને ધ્યાને લેવાતા હીરબાઈ સરકારનો અનેક વખત આભાર માને છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.