Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'KGF: ચેપ્ટર 2'એ ધૂમ મચાવી, સિનેમાઘરોમાં રોકીનું ચાલ્યું તોફાન, ફિલ્મ કરી રહી છે બમ્પર કમાણી

બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મોએ રાજ કરવાનું શરૂ કરી દીધુ છે. તાજેતરમાં રિલીઝ થયેલી અને પ્રશાંત નીલ નિર્દેશિત અને યશ કુમાર અભિનીત 'KGF: ચેપ્ટર 2' ધૂમ મચાવી રહી છે. ફિલ્મને લોકોનો જબરદસ્ત પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. એક્શન ડ્રામા જોવા માટે થિયોટરો ઉમટી રહ્યા છે, તેથી તેનું બોક્સ ઓફિસ કલેક્શન પણ શાનદાર છે. 100 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે એક દિવસમાં તેની સંપૂર્ણ કિંમત કરતા વધુ કમાણી કરી છà«
 kgf  ચેપ્ટર 2 એ ધૂમ મચાવી  સિનેમાઘરોમાં રોકીનું ચાલ્યું તોફાન  ફિલ્મ કરી રહી છે બમ્પર કમાણી
બોક્સ ઓફિસ પર સાઉથની ફિલ્મોએ રાજ કરવાનું શરૂ કરી દીધુ છે. તાજેતરમાં રિલીઝ થયેલી અને પ્રશાંત નીલ નિર્દેશિત અને યશ કુમાર અભિનીત 'KGF: ચેપ્ટર 2' ધૂમ મચાવી રહી છે. ફિલ્મને લોકોનો જબરદસ્ત પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. 
એક્શન ડ્રામા જોવા માટે થિયોટરો ઉમટી રહ્યા છે, તેથી તેનું બોક્સ ઓફિસ કલેક્શન પણ શાનદાર છે. 100 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે એક દિવસમાં તેની સંપૂર્ણ કિંમત કરતા વધુ કમાણી કરી છે અને બીજા દિવસનું કલેક્શન પણ શાનદાર રહ્યું છે. યશ સ્ટારર KGF ચેપ્ટર 2 એ તેના શરૂઆતના દિવસે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડીને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ દિવસે, આ ફિલ્મે ભારતમાં 134.5 કરોડ અને વિશ્વભરમાં 165-175 કરોડનું કલેક્શન કર્યું હતું. હવે બીજા દિવસનો રિપોર્ટ પણ આવ્યો છે. જેમા તેણે લગભગ બમમી રકમનો નફો કર્યો છે. KGF ચેપ્ટર 2 એ Vishu celebration 2022 એટલે કે મલયાલમ નવા વર્ષના દિવસે જબરદસ્ત કમાણી કરી છે. આ ખાસ દિવસે, ફિલ્મે તહેવારના દિવસે 100થી 115 કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે અત્યાર સુધીમાં એટલે કે બે દિવસમાં 265-280 કરોડ રૂપિયાનું વર્લ્ડ વાઇડ કલેક્શન કર્યું છે. 
બીજા દિવસે, KGF-2 ના હિન્દી સંસ્કરણે 45થી 47 કરોડ રૂપિયાની કમાણી કરી અને માત્ર એક જ દિવસમાં તેના હિન્દી ભાગે 98-100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્રીજા અને ચોથા દિવસે આ ફિલ્મ રેકોર્ડતોડ બિઝનેસ કરશે તેવી ચર્ચાએ પણ હવે જોર પકડ્યું છે. જેનું ખાસ કારણ એ છે કે, મોટાભાગના લોકોને શનિવાર અને રવિવારે રજા હોય છે. આવી સ્થિતિમાં આ બે દિવસમાં ફિલ્મ 500 કરોડનો આંકડો પાર કરી શકે છે. થિયેટરમાં લોકો આવવાની પ્રક્રિયા ચાલુ છે અને મોટાભાગના થિયેટર હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મ આજે યંગસ્ટરને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. ફિલ્મનો પ્રથમ ભાગ જોયા બાદ બીજો ભાગ જોવા માટે દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. KGF ચેપ્ટર 2 એ તેના પ્રથમ વિશ્વભરમાં 10,000 સ્ક્રીન્સ પર આવી છે અને સાથે 50,000 થી વધુ શો પહેલા દિવસે જોવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, તેને દેશની બહારની ઘણી ભાષાઓમાં 6500 સ્ક્રીન્સ પર બતાવવામાં આવી છે અને તેના હિન્દી વર્ઝનને જ 4000 સ્ક્રીન્સ મળી છે. 
આ ફિલ્મે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે, જેની ઉત્તરના લોકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. બીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પહેલા દિવસ કરતાં વધુ બિઝનેસ કર્યું છે. હવે ખાસ કરીને શનિવાર અને રવિવાર આ બે દિવસ ફિલ્મ માટે ખાસ કહેવાઇ રહ્યા છે. આ બે દિવસમાં કમાણીનો રેકોર્ડ તૂટે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.