Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વાહ 'જુલી'...તુર્કીમાં કાટમાળ નીચે દબાયેલી 6 વર્ષની બાળકીને બચાવી

તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા વિનાશત ભૂકંપ (Earthquake)માં સતત મૃત્યુ આંક વધી રહ્યો છે. કાટમાળ નીચે દબાયેલાઓને બચાવવાના પ્રયાસો પણ કરાઇ રહ્યા છે. બચાવ કર્મીઓ દિવસ રાત એક કરીને કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને જીવતા બહાર કાઢવા પ્રયાસ કરતા રહ્યા છે ત્યારે ભારે તબાહીના દ્રષ્યો વચ્ચે ચમત્કાર પણ જોવા મળી રહ્યા છે. તુર્કીમાં બચાવ કાર્ય માટે ગયેલી ભારતની એનડીઆરએફની ટીમની લેબ્રાડોર જુલી (Labrad
વાહ  જુલી    તુર્કીમાં કાટમાળ નીચે દબાયેલી 6 વર્ષની બાળકીને બચાવી
તુર્કી (Turkey) અને સીરિયા (Syria)માં આવેલા વિનાશત ભૂકંપ (Earthquake)માં સતત મૃત્યુ આંક વધી રહ્યો છે. કાટમાળ નીચે દબાયેલાઓને બચાવવાના પ્રયાસો પણ કરાઇ રહ્યા છે. બચાવ કર્મીઓ દિવસ રાત એક કરીને કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને જીવતા બહાર કાઢવા પ્રયાસ કરતા રહ્યા છે ત્યારે ભારે તબાહીના દ્રષ્યો વચ્ચે ચમત્કાર પણ જોવા મળી રહ્યા છે. તુર્કીમાં બચાવ કાર્ય માટે ગયેલી ભારતની એનડીઆરએફની ટીમની લેબ્રાડોર જુલી (Labrador Dog Julie)એ 6 વર્ષની બાળકી બેરેનને કાટમાળમાંથી જીવતી બચાવી લીધી છે
જુલીએ સંકેત આપ્યો
એનડીઆરએફના જણાવ્યા મુજબ એનડીઆરએફની ટીમ લેબ્રાડોર જુલી સાથે કાટમાળમાં શોધખોળ કરી રહ્યા હતા ત્યારે જુલીએ ટીમને સંકેત આપ્યો હતો કે અહીં કોઇ જીવિત વ્યક્તિ છે. ત્યારબાદ ટીમે અન્ય શ્વાન રોમિયોને લાવીને તેમની પાસે પણ ચેક કરાવ્યું હતું અને રોમિયોએ પણ સંકેત આપ્યા બાદ તે સ્થળે સર્ચિંગ કરાતા 6 વર્ષની બાળકી બેરેન મળી આવી હતી. 
Advertisement

તાજેતરમાં 128 કલાક પછી જીવતા બાળકને પણ બચાવાયુ હતું
તુર્કીમાં રેસ્ક્યુ દરમિયાન રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત પણ સાચી હોય તે ફરી એક વાર સાબિત થયું છે. હજારો ટન વજનના કાટમાળ નીચે દબાયેલા ઘણા વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવે તેવા ચમત્કારિક બનાવો પણ જોવા મળી રહ્યા છે ત્યારે તુર્કીના હટે વિસ્તારમાં કાટમાળ નીચે 128 કલાક પછી પણ જીવતા રહેલા નાના 2 મહિનાના બાળકને જીવતું બહાર કાઢવામાં આવ્યું હતું. બચાવકર્તા પણ બાળકને જોઇને ખુશખુશાલ થઇ ગયા હતા.

ચમત્કારના અનેક દાખલા જોવા મળ્યા
તુર્કીના આ ભયાનક ભૂકંપમાં ઘણા એવા દાખલા જોવા મળ્યા છે જેમાં કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જેમાં 2 વર્ષની બાળકી તથા 6 મહિનાની ગર્ભવતી મહિલા અને 70 વર્ષની વૃદ્ધા પણ સામેલ છે. હજું પણ કાટમાળ નીચે હજારો લોકો ફસાયા હોવાની આશંકા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.