Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તૂર્કીમાં લોકોની જાન બચાવી રહી છે ભારતની 'જૂલી' અને 'હની'

તુર્કી (Turkey)માં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયેલા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવું ​​એ અત્યારે પ્રાથમિકતા છે અને દુનિયાના ઘણા દેશોએ આ કામમાં મદદ માટે તુર્કીને મદદ મોકલી છે. ભારતે (India) NDRFની બે ટીમો પણ તુર્કી મોકલી છે, જેમાં રાહત અને બચાવ કાર્યમાં નિષ્ણાત જવાનો અને તબીબી કર્મચારીઓની સાથે ચાર સ્નીફર ડોગ (Sniffer Dog)ને પણ તુર્કà«
તૂર્કીમાં લોકોની જાન બચાવી રહી છે ભારતની  જૂલી  અને  હની
તુર્કી (Turkey)માં આવેલા ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે અને હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે દટાયેલા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવું ​​એ અત્યારે પ્રાથમિકતા છે અને દુનિયાના ઘણા દેશોએ આ કામમાં મદદ માટે તુર્કીને મદદ મોકલી છે. ભારતે (India) NDRFની બે ટીમો પણ તુર્કી મોકલી છે, જેમાં રાહત અને બચાવ કાર્યમાં નિષ્ણાત જવાનો અને તબીબી કર્મચારીઓની સાથે ચાર સ્નીફર ડોગ (Sniffer Dog)ને પણ તુર્કી મોકલવામાં આવ્યા છે.
જુલી, રોમિયો, હની અને રેમ્બો તુર્કીમાં 
આ શ્વાનના નામ જુલી, રોમિયો, હની અને રેમ્બો છે. ખાસ પ્રશિક્ષિત લેબ્રાડોર જાતિના આ શ્વાન ભૂકંપ પ્રભાવિત તુર્કીમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. જણાવી દઈએ કે મંગળવારે 101 NDRF જવાનોની બે ટીમ તુર્કી જવા રવાના થઈ હતી. એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવલે જણાવ્યું હતું કે ડોગ સ્ક્વોડને તુર્કી મોકલવામાં આવી છે અને બંને ટીમો સારી રીતે પ્રશિક્ષિત છે અને તમામ જરૂરી સાધનોથી સજ્જ છે. NDRFની ટીમો તુર્કીમાં સ્થાનિક એજન્સીઓના નિર્દેશ હેઠળ રાહત અને બચાવ કામગીરી હાથ ધરશે.
ટીમોમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને તમામ જરૂરી વસ્તુઓ સાથે મોકલવામાં આવ્યા
તુર્કી મોકલવામાં આવેલી NDRFની બંને ટીમનું નેતૃત્વ કમાન્ડન્ટ ગુરમિન્દર સિંઘ કરી રહ્યા છે અને આ ટીમોમાં ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને તમામ જરૂરી વસ્તુઓ સાથે મોકલવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારત સરકાર આ મુશ્કેલ સમયમાં તુર્કીને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે.

એનડીઆરએફની રચના વર્ષ 2006માં કરવામાં આવી
એનડીઆરએફની રચના વર્ષ 2006માં કરવામાં આવી હતી અને જાપાનમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી ત્યારે વર્ષ 2011માં આંતરરાષ્ટ્રીય ઓપરેશન માટે તેને પ્રથમ વખત જાપાન મોકલવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2014માં ભૂટાનમાં રાહત અભિયાન દરમિયાન NDRFની ટીમો પણ મોકલવામાં આવી હતી. ત્રીજી વખત એનડીઆરએફને વર્ષ 2015માં નેપાળ મોકલવામાં આવી હતી જેથી તે વિદેશી જમીન પર ઓપરેશન હાથ ધરે. હવે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં ચોથી વખત NDRFને રાહત અને બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.

ભૂકંપથી ભારે તબાહી 
તમને જણાવી દઈએ કે તુર્કીમાં સોમવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી મચી ગઈ હતી. ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને હજારો લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક આઠ હજારની આસપાસ પહોંચી ગયો છે અને તેમાં હજુ વધારો થવાની આશંકા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.