શું ભારત ઉપર પણ તોળાઇ રહ્યો છે ભૂકંપના મોટા આંચકાનો ખતરો ?
હિમાલયન રેન્જમાં આવી શકે છે મોટો ભૂકંપહિમાચલ પ્રદેશ, પશ્ચિમી નેપાળ અને ઉત્તરાખંડમાં આવી શકે 8ની તીવ્રતાનો આંચકોવીતેલા 24 કલાકમાં 5 દેશમાં ભૂકંપના 6 આંચકા ગુરુવારે સવારે ચીન, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાનમાં આંચકાગુજરાતના અમરેલીમાં પણ અનુભવાયો આંચકોબુધવારે દિલ્હીમાં ભૂકંપનો આંચકો બુધવારે ઉત્તરાખંડમાં પણ અનુભવાયો આંચકો જાન્યઆરીમાં ભારતમાં ભૂકંપના 45 આંચકા ભૂકંપના સતત આંચકાથી દ
07:31 AM Feb 23, 2023 IST
|
Vipul Pandya
- હિમાલયન રેન્જમાં આવી શકે છે મોટો ભૂકંપ
- હિમાચલ પ્રદેશ, પશ્ચિમી નેપાળ અને ઉત્તરાખંડમાં આવી શકે 8ની તીવ્રતાનો આંચકો
- વીતેલા 24 કલાકમાં 5 દેશમાં ભૂકંપના 6 આંચકા
- ગુરુવારે સવારે ચીન, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાનમાં આંચકા
- ગુજરાતના અમરેલીમાં પણ અનુભવાયો આંચકો
- બુધવારે દિલ્હીમાં ભૂકંપનો આંચકો
- બુધવારે ઉત્તરાખંડમાં પણ અનુભવાયો આંચકો
- જાન્યઆરીમાં ભારતમાં ભૂકંપના 45 આંચકા
- ભૂકંપના સતત આંચકાથી દહેશત
- અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
- સાવરકુંડલાના મીતિયાળાની ધરા ફરીથી ધ્રુજી
- સવારે 9.07 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
- રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો નોંધાઈ
- સાકરપરા,ભાડ,વાંકીયામાં આંચકા અનુભવાયા
દેશમાં અને વિદેશમાં સતત ભૂકંપ (Earthquake)ના આંચકા આવી રહ્યા છે. વીતેલા 24 કલાકમાં 5 દેશોમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા હતા. ગુરુવારે સવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. તાજિકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા 7.2 હોવાનું કહેવાય છે. તો અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 હતી. ચીન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ ભૂકંપની અસર અનુભવાઈ હતી. તુર્કીના એન્ટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે 04.42 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી. આ પહેલા બુધવારે ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુરુવારે ગુજરાતના અમરેલીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ભારતમાં ખાસ કરીને હિમાલયન રેન્જમાં 8ની તીવ્રતાનો મોટો આંચકો આવી શકે છે.
છેલ્લા 24 કલાકમાં ક્યારે અને ક્યાં ભૂકંપ આવ્યો?
- અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે 06.07 મિનિટે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિમી દૂર હતું. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
- તાજિકિસ્તાનમાં સવારે 6:07 વાગ્યે 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ચીનની સરહદ નજીક ભૂકંપની અસર જોવા મળી છે.
- તુર્કીના એન્ટિઓકમાં સ્થાનિક સમય અનુસાર સવારે 04.42 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.2 હતી.
- બુધવારે બપોરે ભારતમાં દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી 69 કિમી દૂર હતું. જોકે, દિલ્હી-એનસીઆરમાં આંચકા હળવા હતા.
- આ પહેલા બુધવારે બપોરે 1.30 કલાકે ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી 143 કિમી દૂર જમીનથી 10 કિમીની અંદર હતું.
- ગુરુવારે સવારે અમરેલીમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
- સાવરકુંડલાના મીતિયાળાની ધરા ધ્રુજી ઉઠી હતી
- આ વિસ્સતારમાં સવારે 9.07 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- સાકરપરા,ભાડ,વાંકીયામાં આંચકા અનુભવાયા
જાન્યુઆરીમાં ભારતમાં 45 વખત ભૂકંપ આવ્યા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભારતમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં 45 ભૂકંપ આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં 6 વખત, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, આંદામાન અને મણિપુરમાં ચાર ભૂકંપ આવ્યા હતા. જ્યારે આસામમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મોટો ભૂકંપ હિમાલયન રેન્જમાં આવી શકે છે
બીજી તરફ વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે ભારતમાં પણ તુર્કી સહિતના દેશોની જેમ મોટો ભૂકંપનો આંચકો આવી શકે છે. આ મોટો ભૂકંપ હિમાલયન રેન્જમાં આવી શકે છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે ભારતની પ્લેટ્સ દર વર્ષે 5 સેમી સુધી ખસી રહી છે અને તેના કારણે હિમાલયન વિસ્તારમાં ખતરો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, નેપાળનો પશ્ચિમ ભાગ અને ઉત્તરાખંડમાં મોટો ભૂકંપ આવી શકે છે. વૈજ્ઞાનિકો દાવો પણ કરી રહ્યા છે કે આ આંચકો 8ની તીવ્રતાનો હોઇ શકે છે. ઉલ્લેખનિય છે કે હિમાલયન રેન્જમાં વીતેલા 150 વર્ષોમાં 4 મોટા ભૂકંપના આંચકા આવી ચુક્યા છે.
શું આ આંચકા ભારે વિનાશની નિશાની ?
6 ફેબ્રુઆરીએ તુર્કી-સીરિયામાં ભૂકંપ આવ્યો હતો. આમાં 46000 લોકોના મોત થયા છે. લાખો લોકો બેઘર બન્યા. નેધરલેન્ડના સંશોધક ફ્રેન્ક હૂગરબીટ્સે ભૂકંપના ત્રણ દિવસ પહેલા જ મોટી તબાહીની આગાહી કરી હતી. એટલું જ નહીં, ફ્રેન્ક હગરબીટ્સે ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની આસપાસ મોટા ભૂકંપની આગાહી કરી છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું તાજેતરમાં ભારત અને આસપાસના દેશોમાં આવેલા આ આંચકા કોઈ મોટી વિનાશની નિશાની નથી?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article