Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇમરાન ખાનની ધમકી, ISIની પોલ ખોલી નાખીશ

ફરી એક વાર પાકિસ્તાન (Pakistan)માં રાજકીય પરિસ્થિતી ડામાડોળ થઇ રહી છે. ઇમરાન ખાન (Imran Khan) લાહોરથી ઇસ્લામાબાદ સુધી લોંગ માર્ચ કરી રહ્યા છે, જેના કારણે વાતાવરણ ગરમ બન્યું છે. ઇમરાન ખાને ધમકી આપી છે કે તે ISIની પોલ ખોલી નાખશે. ઇમરાને કર્યા ભારતના વખાણ ઈમરાન ખાને ફરી એકવાર શાહવાઝ શરીફ સરકાર પર પ્રહારો કર્યા અને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. આટલું જ નહીં તેણે ખુલ્લેઆમ આઈએસઆઈને ચેતવણી પણ  આપી
02:20 AM Oct 29, 2022 IST | Vipul Pandya
ફરી એક વાર પાકિસ્તાન (Pakistan)માં રાજકીય પરિસ્થિતી ડામાડોળ થઇ રહી છે. ઇમરાન ખાન (Imran Khan) લાહોરથી ઇસ્લામાબાદ સુધી લોંગ માર્ચ કરી રહ્યા છે, જેના કારણે વાતાવરણ ગરમ બન્યું છે. ઇમરાન ખાને ધમકી આપી છે કે તે ISIની પોલ ખોલી નાખશે.
 ઇમરાને કર્યા ભારતના વખાણ 
ઈમરાન ખાને ફરી એકવાર શાહવાઝ શરીફ સરકાર પર પ્રહારો કર્યા અને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. આટલું જ નહીં તેણે ખુલ્લેઆમ આઈએસઆઈને ચેતવણી પણ  આપી હતી.
 ISIનો પર્દાફાશ કરવાની ધમકી
 ઇમરાને કહ્યું કે હું ISIનો પર્દાફાશ કરીશ, હું કોઈ કાયદો તોડતો નથી. ઈમરાને આર્મી ચીફ બાજવાને મીર જાફર અને દેશદ્રોહી કહીને સંબોધ્યા હતા. ઈમરાને કહ્યું કે હું નવાઝ શરીફની જેમ ભાગ્યો નથી, હું દેશમાં છું અને કાયદાનો સામનો કરીશ.

ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહની ઈમરાનને ધમકી 
આ સાથે જ ઈમરાન ખાનને પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ દ્વારા ધમકી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જો વિરોધીઓ કાયદો તોડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે. કાયદાનું પાલન કરવું પડશે અને શાંતિપૂર્ણ પ્રદર્શનો યોજવા પડશે. જો આમ નહીં થાય તો શાહબાઝ શરીફ સરકાર કાર્યવાહી કરશે.
ઇમરાનની ફરી ચૂંટણીની માંગ
 ઈમરાન ખાન અને પાર્ટી કાર્યકર્તાઓએ લાહોરના લિબર્ટી ચોકથી ઈસ્લામાબાદ સુધી 'હક્કી આઝાદી લોંગ માર્ચ' શરૂ કરી છે. ઇમરાને નેશનલ એસેમ્બલીને બરખાસ્ત કરીને ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. જ્યારે ઈમરાન ખુરશી પર હતા ત્યારે આ પ્રકારની માર્ચ  ફઝલુર રહેમાન, મરિયમ નવાઝ અને બિલાવત ભુટ્ટો કરતા હતા પણ હવે સમય બદલાયો છે.   જ્યારે ઈમરાન ખાન લાહોર પહોંચ્યા ત્યારે વકીલોના એક જૂથે તેમની વિરુદ્ધ ઘડિયાળ ચોરના નારા લગાવ્યા. તોશખાના કૌભાંડના મામલામાં ઈમરાન ખાનની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી છે અને ચૂંટણી પંચે તેમના પર ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ જોઈને ઈમરાન ખાન સ્તબ્ધ છે અને બાજવા પણ તેમને પાઠ ભણાવવાની તકની રાહ જોઈ રહ્યા છે.

ઈમરાનના બાજવા પર આકરા પ્રહાર
એક સમયે ઈમરાન બાજવાને પૂછ્યા વગર પાણી પણ પીતા ન હતા, હવે પાણી પીને તેમનું અપમાન કરી રહ્યા છે. એમાં કોઈ શંકા નથી કે ઈમરાન ખાન અત્યારે પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નેતા છે, પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જો આ કૂચ સફળ નહીં થાય તો ઈમરાનની લોકપ્રિયતાનો ફુગ્ગો ફૂટી જશે.
આ પણ વાંચો--પાકિસ્તાનઃ 10 વર્ષની હિન્દુ બાળકીનું ધર્મ પરિવર્તન કરાવી, વૃદ્ધ મુલ્લા સાથે કરાવ્યા લગ્ન
Tags :
GujaratFirstImranKhanISIPakistan
Next Article