Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની સૌથી વધુ આવક

સૌરાષ્ટ્રનું અગ્રીમ અને નં..1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)માં ધાણા (Coriander)ની આ વર્ષની સીઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે. અંદાજે દોઢ લાખ થી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન પાસે ધાણાની પાક ઉતારવાની ફરજ પડી હતી જેથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી. 1700 થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિà
05:32 AM Feb 20, 2023 IST | Vipul Pandya
સૌરાષ્ટ્રનું અગ્રીમ અને નં..1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)માં ધાણા (Coriander)ની આ વર્ષની સીઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે. અંદાજે દોઢ લાખ થી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન પાસે ધાણાની પાક ઉતારવાની ફરજ પડી હતી જેથી માર્કેટયાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી હતી. 

1700 થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી 
ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ જણસીઓનો મબલખ પાક ગોંડલ યાર્ડમાં ઠાલવવામાં આવે છે ડુંગરી બાદ હવે ધાણાની આજે મબલખ આવક થઈ છે ગત રાતે માર્કેટિંગ યાર્ડ બહાર આશરે 1700 થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈનો લાગી છે હતી  યાર્ડ ની બંને તરફ પાંચ થી છ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.  અનેક જિલ્લાના ખેડૂતો ગઇકાલ રાતથી જ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ધાણા નો પાક લઈને પોહ્ચ્યા હતા... 

ગત વર્ષની સરખામણીએ ધાણાનો ભાવ ઓછો 
આ વર્ષે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગત વર્ષની સરખામણીએ ધાણાનો ભાવ ઓછો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી હતી ગત વર્ષે 20 કિલો ધાણા ના ભાવ 1500 થી 3200 ભાવ મળિયા હતા. જયારે આ વર્ષે ગુણવતા પ્રમાણે ધાણા નો ભાવ 1100 થી લઇ 2200 સુધી બોલાયા હતા 

આ વર્ષે ધાણાનો પુષ્કળ પાક 
ગોંડલ વ્યાપારી અતુલભાઈ શીંગાળાના જણાવ્યા અનુસાર ગત વર્ષ ધાણાનો પાક ઓછો હતો અને આ વખતે ધાણાનો પુષ્કળ પાક થતા ભાવમાં તફાવત મળી રહ્યો છે.આ વર્ષે ધાણા નું મબલક ઉત્પાદન પણ થયું છે જેથી હજુ પણ આવક વધશે તેવું જણાવ્યું હતું. 

સૌરાષ્ટ્રના ખેડૂતોનું તીર્થધામ ગણાય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ 
સૌરાષ્ટ્ર - ગુજરાત માં પહેલુ સ્થાન ધરાવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અનેક જિલ્લાના ખેડૂતો અને અન્ય રાજ્યના વ્યાપારીઓ વિવિધ જણસી ની ખરીદ - વેચાણ માટે અહીં આવે છે. અહીં યાર્ડના સતાધીસો દ્વારા ખેડૂતે પૂરતી સુવિધા અને સલામતી મળી રહે સાથે સાથે ખેડૂતો ને પણ પોસણ ક્ષમ ભાવો મળી રહે તે માટે હંમેશા તત્પર હોઈ છે.ખેડૂતોના પરસેવા અને તેમની મહેનત ની પુરી દરકાર રખાતી હોઈ આ માટે માર્કેટ યાર્ડ ને ખેડૂતોનું તીર્થધામ પણ ગણાય છે.
આ પણ વાંચો---રાજ્યમાં બાળકીઓ સાથેના દુષ્કર્મના કેસોમાં 398 ટકા વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CorianderGondalGondalMarketingYardGujaratFirstMarketingYardrevenue
Next Article