ભ્રષ્ટ ભાજપના તમામ અંધભક્તોને અને ગાભામારુંઓને 'હાર્દિક' અભિનંદન.. : ગોપાલ ઈટાલિયા
આજે સત્તાવાર રીતે હાર્દિક પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી દીધો છે. કોંગ્રેસ પાર્ટીથી છેડો ફાડીને આજે ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલ ઘણા ખુશ દેખાઇ રહ્યા હતા. હાર્દિકના ભાજપમાં જવા અંગે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ કટાક્ષ કર્યો છે.આમ આદમી પાર્ટીના ગુજરાતના પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વખાણ કરતા કàª
10:53 AM Jun 02, 2022 IST
|
Vipul Pandya
આજે સત્તાવાર રીતે હાર્દિક પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી દીધો છે. કોંગ્રેસ પાર્ટીથી છેડો ફાડીને આજે ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલ ઘણા ખુશ દેખાઇ રહ્યા હતા. હાર્દિકના ભાજપમાં જવા અંગે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ કટાક્ષ કર્યો છે.
આમ આદમી પાર્ટીના ગુજરાતના પાર્ટી પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે દરમિયાન તેમણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વખાણ કરતા કહ્યું કે, પાર્ટી ક્રાંતિની દિશામાં આગળ વધી રહી છે. લોકોને હવે આમ આદમી પાર્ટીથી ઘણી અપેક્ષાઓ બંધાઇ ગઇ છે. આજે આમ આદમી પાર્ચીને લોકો ઉત્સાહભેર જોઇ રહ્યા છે. રાજ્યાં હવે ભાજપ વિરોધી પક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઇ રહી છે. ભાજપ હાલમાં ડરેલું છે. સારા, ભોળા લોકોને ભાજપે ફસાઈ દીધા છે. અમે અલગ-અલગ મુદ્દાઓ પર લડી રહ્યા છીએ. ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, આ પાર્ટીમાં કે બીજી પાર્ટીમાં જવાથી કામ થતું નથી. લોકો માટે કામ કરવું પડે છે. આ દરમિયાન તેમણે આવતી કાલે એટલે કે શુક્રવારે વડોદરા ખાતે મનીષ સીસોદીયા આવવાની પણ જાણકારી મીડિયાકર્મીઓને આપી છે. તેમણે કહ્યું કે, મનીષ સીસોદીયા શિક્ષણને અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ વાલીઓ, વિદ્યાર્થીઓ બધા સાથે શિક્ષણ મુદ્દે ચર્ચા કરશે.
ગોપાલ ઈટાલિયાએ વધુમાં ટ્વીટ કરતા લખ્યું છે કે, ભ્રષ્ટ ભાજપના તમામ અંધભક્તોને અને ગાભામારુંઓને 'હાર્દિક' અભિનંદન.. ગાભા ગેંગના તમામ વેઠીયાઓ હંમેશા કમલમના કિચડમાં ગાભા મારતા રહો અને માજી બુટલેગરના બુટ ચપ્પલ ઉંચકતા રહો એવી શુભેચ્છા.
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, જનતા હવે નક્કી કરી લીધું છે કે, આ વખતે ભાજપ મોંઘવારી હટાવીને બતાવે નહી તો ભાજપની ગાભામારું ગેંગને ગંભીર પરિણામ ભોગવવા પડશે. તેમણે કહ્યું કે, ગાભામારું ગેંગને શરમ આવવી જોઇએ. તેમણએ કહ્યું કે, ભાજપ કોઇ પણ સ્ટેન્ડ ક્લિયર કર્યા વિના ખેસ પહેરાવીને તાલીઓ પાડે છે. હાર્દિકના ભાજપમાં સત્તાવાર પ્રવેશ પર તેમણે કહ્યું કે, હાલ પૂરતું હાર્દિકને સારી નોકરી મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, આજે કોબા સર્કલથી રોડ શો મારફતે હાર્દિક પટેલ કમલમ પહોંચ્યા હતા, જ્યા સીઆર પાટીલે તેમને કેસરિયા ખેસ અને નીતિન પટેલે કેસરી ટોપી પહેરાવી ભાજપ પાર્ટીમાં સત્તાવાર રીતે પ્રવેશ કરાવ્યો હતો.
આ પણ વાંચો - હાર્દિક પટેલનું ભાજપમાં ભાવિ કેવું રહેશે ?
Next Article