મોંઘવારીની આગમાં ઉકળતું સિંગતેલ, સતત ત્રીજા દિવસે પણ ભાવ વધ્યો
રાજ્યમાં સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં ભડકોસિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો3 દિવસમાં ડબ્બે 150 રુપિયા વધ્યાગૃહિણીઓ મોંઘવારીથી ત્રાહિમામરાજ્યમાં સતત ત્રીજા દિવસે સિંગતેલ (Groundnut Oil)ના ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો થતાં ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. મોંઘવારીમાં પીસાતી જનતાને હવે જીવવું દુર્લભ રાજ્યમાં મોંઘવારીમાં પીસાતી જનત
Advertisement
- રાજ્યમાં સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં ભડકો
- સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો
- 3 દિવસમાં ડબ્બે 150 રુપિયા વધ્યા
- ગૃહિણીઓ મોંઘવારીથી ત્રાહિમામ
રાજ્યમાં સતત ત્રીજા દિવસે સિંગતેલ (Groundnut Oil)ના ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો થતાં ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે.
મોંઘવારીમાં પીસાતી જનતાને હવે જીવવું દુર્લભ
રાજ્યમાં મોંઘવારીમાં પીસાતી જનતાને હવે જીવવું દુર્લભ બની રહ્યું હોય તેમ જીવન જરુરી ચીજવસ્તુના ભાવમાં અસહ્ય વધારો થઇ રહ્યો છે. સિંગતેલના ભાવ સતત ત્રણ દિવસથી વધી રહ્યા છે અને ગુરુવારે પણ સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. ત્રણ દિવસમાં 150 રુપિયા સિંગતેલમાં વધી ગયા છે અને તેનાથી મધ્યમ અને ગરીબવર્ગ માટે પડ્યા પર પાટુનો ઘાટ સર્જાયો છે.
ડબ્બાનો ભાવ 2900 રુપિયાએ પહોંચ્યો
સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રુપિયાએ પહોંચ્યો છે. જો કે અન્ય તેલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી પણ મગફળીનો મબલક પાક થયો હોવા છતાં સિંગતેલના ભાવમાં કૂદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે. હજું પણ સિંગતેલના ભાવમાં વધારો થાય તેવી આશંકા છે. સિંગતેલની ભારે માગ ના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે સામાન્ય જનતા પરેશાન થઇ ગઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.