Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતની જીત પર ખુરશી પરથી કુદી નાચવા લાગ્યા ગાવાસ્કર, જુઓ Video

T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની સૌથી હાઈવોલ્ટેજ મેચ એટલે ભારત-પાકિસ્તાન (India vs Pakistan) ની મેચ. આ મેચને ભારતીય અને પાકિસ્તાની ફેન્સ જ નહીં પણ દુનિયાભરના કરોડો લોકોએ નિહાળી હતી. મેચના પરિણામ બાદ જ્યા પાકિસ્તાનમાં માતમ જેવો માહોલ હતો તો બીજી તરફ દિવાળીના એક દિવસ પહેલા ભારતમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. વળી એક એવો નજારો કે જે તમે ક્યારે નહીં જોયો હોય તે પણ મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોà
ભારતની જીત પર ખુરશી પરથી કુદી નાચવા લાગ્યા ગાવાસ્કર  જુઓ video
T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ની સૌથી હાઈવોલ્ટેજ મેચ એટલે ભારત-પાકિસ્તાન (India vs Pakistan) ની મેચ. આ મેચને ભારતીય અને પાકિસ્તાની ફેન્સ જ નહીં પણ દુનિયાભરના કરોડો લોકોએ નિહાળી હતી. મેચના પરિણામ બાદ જ્યા પાકિસ્તાનમાં માતમ જેવો માહોલ હતો તો બીજી તરફ દિવાળીના એક દિવસ પહેલા ભારતમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. વળી એક એવો નજારો કે જે તમે ક્યારે નહીં જોયો હોય તે પણ મેલબોર્નના ક્રિકેટ ગ્રાઉન્ડમાં જોવા મળ્યો હતો. જ્યા ભારતીય લેજેન્ડ્સે ટીમ ઈન્ડિયાની જીત પર ખૂબ ડાન્સ કરી આ શાનદાર જીતની ઉજવણી કરી હતી. 
સુનીલ ગાવાસ્કરનો જોવા મળ્યો ખાસ અંદાજ
T20 વર્લ્ડ કપ 2022 ની પ્રથમ મેચમાં પાકિસ્તાન પર ભારતની શાનદાર જીતથી દેશવાસીઓને દિવાળી પહેલા નાચવાનો અને ફટાકડા ફોડવાની તક મળી છે. આ જીતે રોહિત શર્માની ટીમમાં ઉત્સાહ ભરી દીધો છે. વિરાટ કોહલીની ઈનિંગે સમગ્ર દેશને ખુસ કરી દીધો છે. મેચમાં એવી રીતે જીતની ઉજવણી કરી કે શું સામાન્ય માણસ કે શું દિગ્ગજ બધા નાચવા લાગ્યા. ભારતની જીતની ખુશીમાં દિગ્ગજ ક્રિકેટરો પણ જોડાયા હતા. સુનીલ ગાવસ્કર પણ ખુરશી પરથી જમીન પર કૂદવા લાગ્યા હતા. પાકિસ્તાન સામેની જીત કેટલી ખાસ છે તેનો અંદાજ વાયરલ થઇ રહેલા આ વિડીયો પરથી લગાવી શકાય છે. જેમાં પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર, શ્રીકાંત અને ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ જોવા મળી રહ્યા છે. 
ઈરફાન પઠાણે તો જીત સાથે બૂમો પાડવાનું કર્યું શરૂ
આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી. મેચ એટલી જોરદાર હતી કે મેલબોર્નનું મેદાન જાણે ભારતમાં જ હોય તેવું લાગ્યું હતું. ઇરફાન પઠાણ, સુનીલ ગાવસ્કર અને કૃષ્ણમાચારી શ્રીકાંત જેવા દિગ્ગજો ભારતની જીત પર આનંદથી કૂદી પડ્યા અને ઉત્સાહ સાથે આ ક્ષણની ઉજવણી કરી હતી. આ તમામ લોકો ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી કરવા ગયા છે. ભારતની રોમાંચક જીત બાદ સુનીલ ગાવસ્કરે પણ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. ઈરફાન પઠાણ અને કે શ્રીકાંત જેવા દિગ્ગજ પણ તેમની સાથે મેદાનમાં હાજર હતા અને જીતની ઉજવણીમાં ડૂબી ગયા હતા. શ્રીકાંત એક હાથમાં બેગ લઈને ઉજવણી કરી રહ્યા હતા. ભારતની જીત બાદ ઈરફાન પઠાણે જોરદાર બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું.
ભારત-પાકિસ્તાનની મેચ રહી રોમાંચક
ઉલ્લેેખનીય છે કે, ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. ઈફ્તિખારે 51 અને શાન મસૂદે 52 રન બનાવ્યા હતા. ભારતે ઈનિંગના છેલ્લા બોલે 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવીને 4 વિકેટે મેચ જીતી લીધી હતી. અણનમ 82 રન બનાવનાર કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.