Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આતંકીઓનું પાલન પોષણ કરનારા પૂર્વ PAK રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફનું નિધન પાકિસ્તાનના મીડિયાના હવાલાથી આવ્યા સમાચારમુશરફ ઘણા લાંબા સમયથી હતા બિમાર દુબઇમાં લીધા અંતિમ શ્વાસ પરવેઝ મુશર્રફ આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપતા હતા પરવેઝ મુશર્રફ ભારતના દુશ્મન હતાપાકિસ્તાનની ખસ્તા હાલનું કારણ પણ તેઓ જ હતાઆતંકીઓના પાલનપોષણમાં સૌથી વધુ પૈસા ખર્ચ્યા1999 કારગિલ યુદ્ધ માટે મુશર્રફ જવાબદાર હતા (હેડિંગ)કારગિà
આતંકીઓનું પાલન પોષણ કરનારા પૂર્વ pak રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન
  • પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફનું નિધન 
  • પાકિસ્તાનના મીડિયાના હવાલાથી આવ્યા સમાચાર
  • મુશરફ ઘણા લાંબા સમયથી હતા બિમાર 
  • દુબઇમાં લીધા અંતિમ શ્વાસ 
  • પરવેઝ મુશર્રફ આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપતા હતા 
  • પરવેઝ મુશર્રફ ભારતના દુશ્મન હતા
  • પાકિસ્તાનની ખસ્તા હાલનું કારણ પણ તેઓ જ હતા
  • આતંકીઓના પાલનપોષણમાં સૌથી વધુ પૈસા ખર્ચ્યા
  • 1999 કારગિલ યુદ્ધ માટે મુશર્રફ જવાબદાર હતા (હેડિંગ)
  • કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હારનું પણ તેઓ જ કારણ હતા
  • પાકિસ્તાનમાં તેમને ગદ્દાર પણ કહેવાય છે.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ (Former President of Pakistan ) જનરલ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf)નું લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી દુબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા.
એમીલોઇડિસના કારણે અવસાન
પાકિસ્તાનના  મીડિયા રિપોર્ટ્સમાં મુશર્રફના પરિવારના સભ્યોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એમીલોઇડિસના કારણે આજે તેમનું અવસાન થયું છે. તેઓ થોડા અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ હતા. 1999માં સફળ લશ્કરી બળવા પછી પરવેઝ મુશર્રફ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રના 10મા રાષ્ટ્રપતિ હતા. તેમણે 1998 થી 2001 સુધી 10મા CJCSC અને 1998 થી 2007 સુધી 7મા ટોપ જનરલ તરીકે સેવા આપી હતી.

પરવેઝ મુશર્રફ આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપતા હતા
પરવેઝ મુશર્રફ ભારતના દુશ્મન હતા અને ભારત સામે પરવેઝ મુશર્રફ આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપતા હતા. પાકિસ્તાનની ખસ્તા હાલનું કારણ પણ તેઓ જ હતા.તેમણે આતંકીઓના પાલનપોષણમાં સૌથી વધુ પૈસા ખર્ચ્યા હતા.1999 કારગિલ યુદ્ધ માટે મુશર્રફ જવાબદાર હતા. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હારનું પણ તેઓ જ કારણ હતા. પાકિસ્તાનમાં તેમને ગદ્દાર પણ કહેવાય છે.
Advertisement


પરવેઝ મુશર્રફને ફાંસીની સજા આપવામાં આવી હતી
પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ફાંસીની સજા આપવામાં આવી હતી. પાકિસ્તાની ઈતિહાસમાં પહેલીવાર પેશીવાર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતામાં સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આ સજા આપી હતી. 3 નવેમ્બર, 2007માં દેશમાં ઈમરજન્સી લગાવવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધીમાં બંધારણના નિયમો રોકી રાખવાના આરોપમાં પરવેઝ મુશર્રફ સામે ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014માં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
દિલ્હીમાં જન્મ
પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. 1947માં તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. ભાગલાના થોડા દિવસ પહેલા જ તેમનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો હતો. તેના પિતા સઈદે નવી પાકિસ્તાન સરકાર માટે કામ કરવાનું શરૂ કર્યું અને વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા હતા.
તુર્કીમાં જીવન
આ પછી તેમના પિતાની પાકિસ્તાનથી તુર્કીમાં બદલી થઈ ગઈ, 1949માં તેઓ તુર્કી ગયા. થોડો સમય તેઓ તેમના પરિવાર સાથે તુર્કીમાં રહ્યો હતો, જ્યારે તેમણે તુર્કી ભાષા બોલવાનું પણ શીખી લીધું હતું. મુશર્રફ પણ યુવાનીમાં ખેલાડી રહી ચૂક્યા છે. 1957માં તેમનો આખો પરિવાર ફરીથી પાકિસ્તાન પરત ફર્યો. તેમણે કરાચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં અને લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કૉલેજમાં સ્કૂલનો અભ્યાસ કર્યો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.