આખરે રીચા ચઢ્ઢાએ માંગવી પડી માફી, સેનાની મજાક ઉડાવતી પોસ્ટ બાદ યુઝર્સે લીધી હતી આડેહાથ
ભારતીય સેનાની મજાક ઉડાવતી પોસ્ટ કરનાર રિચા ચઢ્ઢાએ આખરે માફી માંગી લીધી છે. રિચા ચઢ્ઢાએ કહ્યું કે મને ખ્યાલ નહોતો કે મારા નિવેદનને આ રીતે લેવામાં આવશે. જો કોઈ ફોજી જવાનને એનાથી દુઃખ થયું હોય તો હું માફી માંગું છું. રિચાએ વધુમાં કહ્યું કે મારા નાના પણ સેનામાં હતા એમણે પણ દેશ માટે ગોળી ખાધી છે. મારા મામા પણ ફોજી હતાં. તેથી મારા મનમાં સેનાના જવાનો માટે ખુબ આદર છે.શું કહ્યું લેફ્ટનન્ટ જનà
Advertisement
ભારતીય સેનાની મજાક ઉડાવતી પોસ્ટ કરનાર રિચા ચઢ્ઢાએ આખરે માફી માંગી લીધી છે. રિચા ચઢ્ઢાએ કહ્યું કે મને ખ્યાલ નહોતો કે મારા નિવેદનને આ રીતે લેવામાં આવશે. જો કોઈ ફોજી જવાનને એનાથી દુઃખ થયું હોય તો હું માફી માંગું છું. રિચાએ વધુમાં કહ્યું કે મારા નાના પણ સેનામાં હતા એમણે પણ દેશ માટે ગોળી ખાધી છે. મારા મામા પણ ફોજી હતાં. તેથી મારા મનમાં સેનાના જવાનો માટે ખુબ આદર છે.
શું કહ્યું લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ?
તાજેતરમાં જ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે જો સરકાર તરફથી આદેશ મળે તો ભારતીય સેના POK પરત લેવાનું ઓપરેશન હાથ ધરવા તૈયાર જ છે.
શું કહ્યું હતું રિચા ચઢ્ઢાએ ?
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના ઉપરોક્ત નિવેદન પર રિએક્ટ કરતા રિચાએ કહ્યું હતું કે, 'ગલવાન કહે છે હાય' રીચાની આ પોસ્ટને લઇને ભારે વિવાદ થયો હતો .અને રીચા પર સેનાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો.
સંરક્ષણ પ્રધાનના એક વાક્યથી થઇ હતી શરૂઆત
અત્રે ઉલ્લેખનીય છે કે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા કહેવામાં આવેલા એ વાકયના સંદર્ભમાં કહેવાયું હતું જેમાં તેમણે કહ્યું હતું કે અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસની યાત્રા શરૂ કરી છે..જ્યારે ગિલગિટ અને અને બાલ્ટિસ્તાન પહોંચીશું ત્યારે અમારુ લક્ષ્ય પુરુ થશે.
આ પણ વાંચો - ભાજપના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.