Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICICI બેંકનું ATM તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા આરોપી

સુરતમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં ત્રાટકેલા બે ચોરે એટીએમનું સેફ્ટી લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી બન્ને આરોપીઓને દબોચી લીધા છે. સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી નિષ્ફળ પ્રયાસની ઘટના શહેરમાં ઠંડીના સુસવાટા વચ્ચે સક્રિય થયેલા ચોર પાંડેસરા-વડોદ àª
06:04 AM Jan 25, 2023 IST | Vipul Pandya
સુરતમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં ત્રાટકેલા બે ચોરે એટીએમનું સેફ્ટી લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી બન્ને આરોપીઓને દબોચી લીધા છે. 
સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી નિષ્ફળ પ્રયાસની ઘટના 
શહેરમાં ઠંડીના સુસવાટા વચ્ચે સક્રિય થયેલા ચોર પાંડેસરા-વડોદ ગામ રોડ સ્થિત કમલા ચોક નજીક શાસ્ત્રીનગરમાં આવેલા ICIC બેંકના એટીએમમાં ચોર ત્રાટકયા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલા બે ચોર દ્વારા એટીએમમાં ઘુસી સેફટી ડોર ખોલી તેમાંથી રોકડ નાણાંની ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સેફટી ડોર તોડવામાં સફળતા મળી ન હતી. બીજી તરફ આ સમગ્ર ઘટના એટીએમ સેન્ટરના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. બે ચોર એટીએમમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરી રહ્યાની જાણ બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમમાં થઇ હતી. કંટ્રોલ રૂમના સુપરવાઇઝર અને સહકર્મીને  જાણ થતાં કર્મી રાકેશ અનંત શામલએ  પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
મળસ્કે 3.00 થી .330 વાગ્યાના અરસામાં ત્રાટક્યા હતા ગઠિયાઓ 
પાંડેસરા વિસ્તારનાં શાસ્ત્રીનગરમાં પ્લોટ નં.૨૨૦ માં આઇસી આઇસી આઇ બેંકનું એટીએમ સેન્ટર આવેલું છે. તા. ૨૩/૧/૨૩ ની વહેલી મળસ્કે ૩:૦૦ થી ૩:૩૦ વાગ્યાનાં અરસામાં એટીએમ સેન્ટરમાં ઘુસેલા બે ગઠિયાઓએ કોઇક સાધન વડે મશીનનો સેફટી ડોર તોડી નાણાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, નિષ્ફળતા મળતાં બંને ગઠીયા રફૂચક્કર થઇ ગયા હતાં.એટીએમ સર્વિસની ફ૨જ બજાવતાં યુરોનેટ વર્લ્ડ વાઇડ કંપનીનાં કર્મચારી રાકેશકુમાર શામલ દ્વારા રૂબરૂ મુલાકાત કર્યા બાદ સીસીટીવી માં કેદ મળી આવેલાં બે અજાણ્યાં ગઠિયા વિરૂદ્ધ ગતરાત્રે પાંડેસરા પોલીસ મથકમાં ઇપીકો કલમ ૪૫૭, ૫૧૧, ૪૨૭ તથા ૧૧૪ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 
પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા 
 પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરોને ઝડપી પાડ્યા. ઝડપી પાડવામાં આવેલા શખ્સોના નામ ધીરુસિંગ લક્ષ્મણસિંગ રાજપૂત અને સંજીવ જગદીશ પ્રસાદ ચૌધરી હોવાનું સામે આવ્યું છે.  મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ આ વિસ્તારમાં ATM તોડી ચોરી થઈ હતી. ચોર ટોળકીએ  ATM તોડીને 33 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારબાદ ATMમાં આગ લગાવી દીધી હતી. 
આ પણ વાંચોઃ ફિર હેરાફેરી ફીલ્મમાં અસલી માલ લે નકલી માલ દે જેવો ખેલ કરતી ગેંગ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accusedATMattemptbreakGujaratFirstICICIBankpolicesteal
Next Article