Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડોન દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે કર્યું બીજુ લગ્ન, ભાણીયાએ જ ખોલી પોલ

ડોન દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે કર્યું બીજુ લગ્નNIAને આપેલા નિવેદનમાં હસીના પારકરના પુત્રએ કર્યો ઘટસ્ફોટNIAએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો એજન્સી માની રહી છે દાઉદની ચાલદાઉદ કરાચીમાં જ રહે છેઅંડરવર્લ્ડ ડોન (Underworld Don) અને વૈશ્વિક આતંકવાદી (Global Terrorist) દાઉદ ઈબ્રાહિમે (Dawood Ibrahim) પાકિસ્તાનમાં બીજા લગ્ન (marriage)કર્યા છે. તેની બીજી પત્ની પાકિસ્તાનના જ પઠાણ પરિવારમાંથી
ડોન દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે કર્યું બીજુ લગ્ન  ભાણીયાએ જ ખોલી પોલ
  • ડોન દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાની મહિલા સાથે કર્યું બીજુ લગ્ન
  • NIAને આપેલા નિવેદનમાં હસીના પારકરના પુત્રએ કર્યો ઘટસ્ફોટ
  • NIAએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો 
  • એજન્સી માની રહી છે દાઉદની ચાલ
  • દાઉદ કરાચીમાં જ રહે છે
અંડરવર્લ્ડ ડોન (Underworld Don) અને વૈશ્વિક આતંકવાદી (Global Terrorist) દાઉદ ઈબ્રાહિમે (Dawood Ibrahim) પાકિસ્તાનમાં બીજા લગ્ન (marriage)કર્યા છે. તેની બીજી પત્ની પાકિસ્તાનના જ પઠાણ પરિવારમાંથી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની સમક્ષ દાઉદની બહેન હસીના પારકરના પુત્રએ સપ્ટેમ્બર 2022ના રોજ આપેલા નિવેદનમાં આ મોટો ખુલાસો કર્યો હતો.

NIAએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો 
ન્યૂઝ ચેનલ આજતકે દાવો કર્યો છે કે  તપાસ એજન્સીએ તાજેતરમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના આતંકી નેટવર્કનો ખુલાસો કરતા મુંબઈ સહિત અનેક સ્થળોએ દરોડા પાડીને ઘણા લોકોની ધરપકડ કરી હતી. NIAએ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા
NIAએ સપ્ટેમ્બર 2022માં દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહનું નિવેદન નોંધ્યું હતું, જેમાં અલીશાહે ખૂબ જ સનસનીખેજ ખુલાસો કર્યો હતો. અલીશાહે નિવેદનમાં જણાવ્યું છે કે તેના મામા દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે. તેમની બીજી પત્ની પાકિસ્તાનના જ પઠાણ પરિવારમાંથી છે. 
પહેલી પત્નીને છૂટાછેડા!
નિવેદનમાં અલીશાહે કહ્યું છે કે બીજી વખત લગ્ન કર્યા બાદ દાઉદ ઈબ્રાહિમ દુનિયાને કહી રહ્યો છે કે તેણે તેની પહેલી પત્ની મહજબીનને તલાક આપી દીધા છે. પરંતુ અલીશાહના કથન મુજબ એવું બિલકુલ નથી.
એજન્સી માની રહી છે દાઉદની ચાલ
એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજા લગ્ન પણ દાઉદની કોઇ ચાલ હોઈ શકે છે, જેથી એજન્સીઓ પહેલી પત્ની મહજબીન પરથી ધ્યાન હટાવી શકે.
દાઉદની પહેલી પત્ની દુબઈમાં મળી હતી
અલીશાહે એજન્સીને જણાવ્યું કે તે દાઉદની પહેલી પત્ની મહજબીનને જુલાઈ 2022માં દુબઈમાં મળ્યો હતો. મહજબીને જ અલીશાહને દાઉદ ઈબ્રાહિમના બીજા લગ્ન વિશે જણાવ્યું હતું. અલીશાહના કહેવા પ્રમાણે, દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહજબીન એકમાત્ર એવી છે જે દરેક મહત્વના પ્રસંગે વોટ્સએપ કોલ દ્વારા ભારતમાં બેઠેલા દાઉદના સંબંધીઓ સાથે જોડાયેલ છે.

પાકિસ્તાનમાં સ્થાન બદલ્યું
આ સાથે જ અલીશાહે દાઉદ ઈબ્રાહિમના લેટેસ્ટ એડ્રેસનો પણ ખુલાસો કર્યો છે. અલીશાહના નિવેદન અનુસાર, દાઉદ ઈબ્રાહીમ હવે કરાચીના ડિફેન્સ વિસ્તારમાં અબ્દુલ્લા ગાઝી બાબા દરગાહની પાછળ રહીમ ફકી પાસે રહે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.