દેવગઢ બારીયામાં સરકારી દુકાનમાંથી પુરતું અનાજ ના મળતું હોવાની ફરિયાદ
દેવગઢ બારીયા (Devgarh Baria) શહેરના કાપડી વિસ્તારમાં આવેલ નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાનદાર દ્વારા અનાજ પૂરું આપવામાં આવતું નથી જેવા અનેક સવાલોને લઈ દેવગઢ બારીયા મામલતદાર (Mamlatdar)ને લેખીત રજુઆત કરવામાં આવી. જો કાયદેસરની કાર્યવાહી ના કરવામાં આવે તો રેશનકાર્ડ ધારકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી લેખીત રજુઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ દેવગઢ બારી
02:50 AM Feb 23, 2023 IST
|
Vipul Pandya
દેવગઢ બારીયા (Devgarh Baria) શહેરના કાપડી વિસ્તારમાં આવેલ નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાનદાર દ્વારા અનાજ પૂરું આપવામાં આવતું નથી જેવા અનેક સવાલોને લઈ દેવગઢ બારીયા મામલતદાર (Mamlatdar)ને લેખીત રજુઆત કરવામાં આવી. જો કાયદેસરની કાર્યવાહી ના કરવામાં આવે તો રેશનકાર્ડ ધારકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ સુધી લેખીત રજુઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી.
ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ
દેવગઢ બારીયા શહેરમાં આવેલ કાપડી પીઠા વિસ્તારમાં આવેલ નસીબ મહિલા મંડળ સરકારી વ્યાજબી ભાવની દુકાન આવેલ છે જે દુકાનદાર દ્વારા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ પૂરું આપવામાં આવતું નથી અને મહિનાની છેલ્લી તારીખમાં એટલે કે ૫ થી ૭ દિવસ બાકી હોય ત્યારે અનાજનો જથ્થો લાવી અંગુઠા મુકવા બોલાવતા હોય છે. જેમાં વધારે રેશન કાર્ડ ધારકો હોવાથી લોકોની લાઈનો લાગતી હોય છે. ગરીબ લોકોને બેસવાની કોઈ વ્યવસ્થા નથી તો પણ ચાર થી પાંચ કલાકો સુધી લોકોને હેરાન કરવામાં આવે છે અને વજન કાંટો કોમ્પ્યુટર રાખવામાં આવે છે જેના કારણે ગરીબ અને અભણ હોય જેથી અનાજ ઓછું આપવામાં આવતું હોય છે. જે અનાજ ઘરે અથવા કોઈ દુકાને વજન કરીએ છીએ ત્યારે ઓછું હોય જેથી દુકાનદારને કહેવા જતાં માનતા પણ નથી.
અગાઉ પણ રજૂઆત કરાઇ હતી
આ તમામ બાબતોને લઈ અગાઉ પણ દેવગઢ બારીયા મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે દુકાનદાર દ્વારા કાર્ડ ધારકોને વધુ હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. અને લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી નંબર આવવાના સમયે કહેતા હોય કે નેટ નથી, સર્વર ડાઉન છે, મોડા અથવા કાલે આવજો તેમ કહી કાઢી મુકવામાં આવતા હોય છે. અને પછી કહે કે મહિનો બદલાઈ ગયો, હવે અનાજ ના મળે તો શું આ ગરીબોનું અનાજ સગેવગે કરવામાં આવે છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article