અંધશ્રદ્ધામાં ધકેલાયેલા 2 ભાઇઓએ 35 લાખ ઉછીના લાવીને ભૂવાને આપ્યા, જાણો ચોંકાવનારો કિસ્સો
બનાસકાંઠામાં અંધશ્રદ્ધામાં લાખોની છેતરપિંડીધાનેરા તાલુકાના ગોલા ગામની ઘટના આવી સામે35 લાખ રોકડ અને દાગીના પડાવ્યાની ફરિયાદ5 ભૂવાએ ભેગા મળી બે ભાઈ સાથે છેતરપિંડી કરીપીડિતોએ ધાનેરા પોલીસ મથકમાં આપી અરજીબનાસકાંઠા (Banaskantha) જીલ્લાના ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં બે ભાઇ સાથે 5 ભૂવાએ લાખો રુપિયાની છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. 5 ભૂવાએ 35 લાખ રોકડ અને દાગીના
- બનાસકાંઠામાં અંધશ્રદ્ધામાં લાખોની છેતરપિંડી
- ધાનેરા તાલુકાના ગોલા ગામની ઘટના આવી સામે
- 35 લાખ રોકડ અને દાગીના પડાવ્યાની ફરિયાદ
- 5 ભૂવાએ ભેગા મળી બે ભાઈ સાથે છેતરપિંડી કરી
- પીડિતોએ ધાનેરા પોલીસ મથકમાં આપી અરજી
બનાસકાંઠા (Banaskantha) જીલ્લાના ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં બે ભાઇ સાથે 5 ભૂવાએ લાખો રુપિયાની છેતરપીંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. 5 ભૂવાએ 35 લાખ રોકડ અને દાગીના પડાવ્યાની ફરિયાદ પોલીસ ( Police)માં નોંધાવાતા પોલીસે તપાસ શરુ કરી છે. સમગ્ર કિસ્સામાં 5 ભૂવાએ ભેગા મળી બે ભાઈ સાથે છેતરપિંડી કરી હોવાનું જણાયું છે જેથી પીડિતોએ ધાનેરા પોલીસ મથકમાં આપી અરજી આપી છે.
દુઃખ દૂર કરવાની લાલચ આપી
બનાસકાંઠાના ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં પરિવારના લાખો રૂપિયા લૂંટાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ 5 ભૂવાઓએ પરિવારને દુઃખ દૂર કરવાની લાલચ આપી હતી અને તેમનો વિશ્વાસ જીતી પરીવારના બે ભાઈઓ પાસેથી 35લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની પાટો પડાવી હતી. સમગ્ર બાબતનો વિડિઓ પણ ઉતારાયો હતો.
આ તસવીર વિડીયોમાંથી જ લેવાયેલી છે
82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે
પ્રાપ્ત માહિતી મુજબ 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે અને ચેહર માતાની બાધા રાખવી પડશે તેમ કહી પરિવારને 5 ભૂવાએ શીશામાં ઉતાર્યો હતો. ભૂવાઓની વાતોમાં આવી ગયેલા પરિવારને થોડા સમય માટે સારું થઈ ગયું હતું જેથી પરિવાર ભૂવાઓની વાતોમાં ફરી ભોળવાઇ ગયો હતો.
બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ઉછીના લાવી ભુવાઓને આપ્યા
આ ઘટનામાં દુઃખથી બચવા ભૂવાઓએ પરિવારને એક રૂપિયાથી એક કરોડનો ખર્ચ થશે તેમ કહી ગેરમાર્ગે દોરતા પરિવારના બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ઉછીના લાવી ભુવાઓને આપ્યા હોવાની ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે.
પોલીસમાં ફરિયાદ
પરિવાર છેતરાયો હોવાની જાણ થતાં પીડિત ભાઈઓએ ધાનેરા પોલીસ મથકે સમગ્ર વિધિનો વિડિઓ આપી થરાદ અને ધાનેરાના 5 ભૂવાઓ વિરુદ્ધ ફરિયાદ કરતી અરજી આપી હતી. ધાનેરા પોલીસે ફરિયાદ અરજી લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement