Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા RJD નેતાના ઘેર CBIના દરોડા

બિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા CBIએ RJD MLC સુનિલ સિંહ( Sunil Sinh)ના ઘરે દરોડા પાડ્યા છે. બુધવારે સવારે સીબીઆઈ (CBI)ની ટીમ દરોડા પાડવા માટે પટનામાં સુનિલ સિંહના ઘરે પહોંચી હતી. આ દરોડો નોકરી કૌભાંડ અંતર્ગત પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે  સુનિલ સિંહ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નજીક છે. મળતી માહિતી મુજબ બુધવારે સવારે લગભગ 8 વાગે સીબીઆઈની ટીમ
બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા  rjd નેતાના ઘેર  cbiના દરોડા
બિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા CBIએ RJD MLC સુનિલ સિંહ( Sunil Sinh)ના ઘરે દરોડા પાડ્યા છે. બુધવારે સવારે સીબીઆઈ (CBI)ની ટીમ દરોડા પાડવા માટે પટનામાં સુનિલ સિંહના ઘરે પહોંચી હતી. આ દરોડો નોકરી કૌભાંડ અંતર્ગત પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે  સુનિલ સિંહ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નજીક છે. 
મળતી માહિતી મુજબ બુધવારે સવારે લગભગ 8 વાગે સીબીઆઈની ટીમ પટનામાં સુનિલ સિંહના ઘરે પહોંચી હતી. સીબીઆઈ અધિકારીઓની સાથે સુરક્ષા દળો પણ પહોંચ્યા છે. સીબીઆઈની ટીમ આરજેડી સાંસદ અશફાક કરીમના ઘરે પણ પહોંચી છે. જો કે હજુ તેની પુષ્ટિ થઈ નથી.
બીજી તરફ ઈડી પણ સક્રિય થઈ ગઈ છે. EDએ ઝારખંડ, તમિલનાડુ, બિહાર અને દિલ્હીમાં 17 સ્થળો પર દરોડા પાડ્યા છે. ગેરકાયદેસર ખનન અને ખંડણીના મામલામાં ઈડીએ આ દરોડા પાડ્યા છે. આ દરોડા પ્રેમ પ્રકાશ સાથે જોડાયેલા સ્થળો પર પાડવામાં આવી રહ્યા છે. પ્રેમ પ્રકાશના રાજકારણીઓ સાથે મજબૂત સંબંધો હોવાનું કહેવાય છે. ઝારખંડમાં સીએમ હેમંત સોરેનના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ બાદ આ દરોડો પાડવામાં આવ્યો છે.
 સુનિલ સિંહનો મામલો ભરતી કૌભાંડ સાથે જોડાયેલો છે. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ મામલામાં તપાસ બાદ સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને કેટલાક એવા ઉમેદવારો વિરુદ્ધ કેસ નોંધ્યો છે જેમને પ્લોટ અથવા પ્રોપર્ટીના બદલામાં નોકરી આપવામાં આવી હતી.
સીબીઆઈની આ કાર્યવાહી બિહાર વિધાનસભામાં મહાગઠબંધન સરકારના ફ્લોર ટેસ્ટ પહેલા થઈ છે. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ બુધવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની નવી સરકારનું બહુમત પરીક્ષણ થશે. આ સાથે સ્પીકર વિજય સિંહા વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ મતદાન થશે.
Advertisement
Tags :
Advertisement

.