રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ, બીજેપી સાંસદે લોકસભા સ્પીકરને પત્ર લખ્યો
અદાણી-હિંડનબર્ગ મામલે આજે સંસદ (Parliament)ના બંને ગૃહોમાં હોબાળો થવાની ધારણા છે. આ દરમિયાન બીજેપી (BJP)સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા (Lok Sabha) સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે વિશેષાધિકાર હેઠળ કાર્યવાહીની માંગ કરી છે.રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહની અવમાનના બદલ કાર્યવાહી થવી જોઈએબીજેપી સાંસદે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્
અદાણી-હિંડનબર્ગ મામલે આજે સંસદ (Parliament)ના બંને ગૃહોમાં હોબાળો થવાની ધારણા છે. આ દરમિયાન બીજેપી (BJP)સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા (Lok Sabha) સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે વિશેષાધિકાર હેઠળ કાર્યવાહીની માંગ કરી છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહની અવમાનના બદલ કાર્યવાહી થવી જોઈએ
બીજેપી સાંસદે કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહની અવમાનના બદલ કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે રાહુલે પીએમ મોદી પર પાયાવિહોણા આરોપો લગાવ્યા. તેમણે કોઈ હકીકત પણ રજૂ કરી ન હતી. આ કેસમાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
રાષ્ટ્રપતિના ભાષણ પર સંસદમાં જોરશોરથી ચર્ચા
બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના ભાષણ પર સંસદમાં જોરશોરથી ચર્ચા થઈ હતી. અદાણી કંપનીના શેરના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એકબીજા પર પ્રહારો પણ થયા હતા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સંસદમાં સરકારને ઘેરી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનો જવાબ આપશે.
ચર્ચાની માગણી
BRS (અગાઉનું TRS) રાજ્યસભાના સાંસદ કે કેશવ રાવે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી છે, જેમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અન્ય અદાણી જૂથની કંપનીઓ પર હિંડનબર્ગ રિપોર્ટ પર ચર્ચાની માંગણી કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement