મધ્યમ વર્ગને મોટી રાહત, PNG અને CNG પર વેટ હવે 5 ટકા
ગુજરાતવાસીઓ ઉપર સરકારે કોઇ ટેક્સ નાખ્યો નહીંPNGઅને CNG ઉપર વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયોભૂપેન્દ્ર સરકારનો ઐતિહાસીક નિર્ણય ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ શુક્રવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0નું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્ય સરકારે મધ્યમ વર્ગને મોટી રાહત આપીને PNG અને CNG ઉપર વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતવાસીઓ ઉપર સરકારે àª
- ગુજરાતવાસીઓ ઉપર સરકારે કોઇ ટેક્સ નાખ્યો નહીં
- PNGઅને CNG ઉપર વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો
- ભૂપેન્દ્ર સરકારનો ઐતિહાસીક નિર્ણય
ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ શુક્રવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0નું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં રાજ્ય સરકારે મધ્યમ વર્ગને મોટી રાહત આપીને PNG અને CNG ઉપર વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતવાસીઓ ઉપર સરકારે કોઇ ટેક્સ નાખ્યો નથી.
ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઇ
રાજ્યના વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અગત્યની ભૂમિકા ભજવે છે. સરકાર રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાને જાળવી રાખવા તેમજ તેને વધારે સુદ્રઢ બનાવવા સતત કાર્યરત છે. આ હેતુસર રાજ્ય પોલીસમાં માનવબળ વધારવા, મોર્ડનાઇઝેશન કરવા અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. સુરક્ષા તથા સંકલિત પરિવહન નિયંત્રણ માટે “વિશ્વાસ” પ્રોજેકટ અને દરેક સ્તરે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર “ત્રિનેત્ર” કાર્યરત કરી, રાજ્યની સુરક્ષાને વધારે સુદ્રઢ બનાવાયેલ છે. વાહન અને મોબાઇલ ચોરીના કિસ્સામાં મોબાઇલ મારફત ફરિયાદ થઇ શકે તે માટે e-FIR એપ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસ અને રાજ્ય અનામત દળમાં મહિલાઓની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે સંખ્યાબધ પગલા લીધેલ છે. રાજ્યમાં SRPની એક મહિલા બટાલિયન ઊભી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આવાસ નિર્માણ માટે ૩૧૫ કરોડની જોગવાઇ
પોલીસ જવાનો અને અધિકારીઓ માટે યોગ્ય આવાસની સગવડો પૂરી પાડવા સરકારે તબક્કાવાર પોલીસ આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધરેલ છે. જેના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૫૭૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આવાસ નિર્માણ માટે ચાલુ વર્ષે ૩૧૫ કરોડની જોગવાઇ કરાઇ છે. પોલીસતંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે ૨૫૭ કરોડની જોગવાઇ કરાઇ છે જ્યારે મોડાસા જેલના નિર્માણ માટે ૨૨ કરોડની જોગવાઇ કરાઇ છે.
નવા સાયબર પોલીસ સ્ટેશનો બનશે
૧૫ જિલ્લાઓમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે ૧૪ કરોડની જોગવાઇ કરાઇ છે. બોમ્બ ડીટેકશન એન્ડ ડીસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમોની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે ૯ કરોડની જોગવાઈ કરાઇ છે. ઈ-ગુજકોપની કામગીરી અસરકારક અને ઝડપી બનાવવા ટેબ્લેટની ખરીદી કરવા ૬ કરોડની જોગવાઇ કરાઇ છે.
કાયદા વિભાગ માટે કુલ ₹૨૦૧૪ કરોડની જોગવાઇ
છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યકિતને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી રહે તે એક બંધારણીય અધિકાર છે. માળખાકિય સુવિધાઓના વિકાસ અને ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં ન્યાયિક વ્યવસ્થા સુદ્રઢ કરવા આગામી વર્ષોમાં ૭૫ ડીસ્ટ્રીકટ જજની કોર્ટ તેમજ ૨૫ સીનીયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે. જુદી જુદી કોર્ટમાં ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાડવાની જોગવાઇ છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરી સરળ અને તર્ક સંગત બનાવવામાં આવશે.
કોર્ટ બિલ્ડીંગના બાંધકામો તેમજ જાળવણી માટે ૨૧૧ કરોડની જોગવાઇ
જુદાજુદા સ્તરે કોર્ટ બિલ્ડીંગના બાંધકામો તેમજ જાળવણી માટે ૨૧૧ કરોડની જોગવાઇ કરાઇ છે. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકોના મકાનો માટે ૧૭૯ કરોડની જોગવાઇ કરાઇ છે. ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ અને બીજી અદાલતોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન થકી વ્યવસ્થામાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે ૨૮ કરોડની જોગવાઇ કરાઇ છે. વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત ૫ કરોડની જોગવાઇ કરાઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement