'ગેરુઆ' વિવાદ પર પહેલીવાર અરિજીત સિંહે તોડ્યું મૌન, કહ્યું- આ રંગ સ્વામી વિવેકાનંદનો છે.
બોલિવૂડના બેસ્ટ સિંગર અરિજીત સિંહ (Arijit Singh) ફરી એકવાર પોતાના જૂના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં કોલકાતામાં અરિજીત સિંહ (Arijit Singh)નો કોન્સર્ટ એક મહિના પહેલા રદ્દ કરવામાં આવ્યો હતો. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલવાલે'નું હિટ ગીત 'રંગ દે ગેરુઆ' ગાયું હતું. આના થોડા દિવસો બાદ તેમનો કોન્સર્ટ કેન્સલ કરવામાં આવ્યો હતો, જેના પર રાજકારણ ગરમાયà«
Advertisement
બોલિવૂડના બેસ્ટ સિંગર અરિજીત સિંહ (Arijit Singh) ફરી એકવાર પોતાના જૂના વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં કોલકાતામાં અરિજીત સિંહ (Arijit Singh)નો કોન્સર્ટ એક મહિના પહેલા રદ્દ કરવામાં આવ્યો હતો. કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલવાલે'નું હિટ ગીત 'રંગ દે ગેરુઆ' ગાયું હતું. આના થોડા દિવસો બાદ તેમનો કોન્સર્ટ કેન્સલ કરવામાં આવ્યો હતો, જેના પર રાજકારણ ગરમાયું હતું. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ સામસામે આવી ગયા હતા. હવે અરિજીત સિંહે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને ખુલીને વાત કરી છે.
જૂના વિવાદ પર મૌન તોડતા તેમણે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો
હાલમાં જ કોલકાતામાં 18 ફેબ્રુઆરીના રોજ અરિજીત સિંહનો કોન્સર્ટ થયો હતો, જેમાં તેમણે ચાર કલાક સુધી પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન પોતાના જૂના વિવાદ પર મૌન તોડતા તેમણે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. અરિજિતે કહ્યું, 'માત્ર એક રંગને લઈને આટલો વિવાદ.. એ સન્યાસીનો રંગ છે. સ્વામી વિવેકાનંદના. જો તેમણે સફેદ વસ્ત્રો પહેર્યા હોત, તો શું સફેદ રંગને લઈને કોઈ વિવાદ થયો હોત?
TMC ધારાસભ્ય તાપસ રોયે કહ્યું કે કેસરી રંગને લઈને કોઈ વિવાદ નથી
જ્યારે, અરિજિત સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, TMC ધારાસભ્ય તાપસ રોયે કહ્યું કે કેસરી રંગને લઈને કોઈ વિવાદ નથી. તે આપણા ત્રિરંગાનો એક ભાગ છે. અરિજિત જેવા ગાયક કોઈપણ રાજકીય પક્ષથી પર છે. તેમની ટિપ્પણી દરેક રાજકીય પક્ષ માટે છે અને કોઈ એક માટે નહીં. આ સાથે જ તેમણે ભાજપ પર પણ નિશાન સાધતા કહ્યું કે ભાજપ દરેક બાબતને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરે છે.
મામલો એક મહિના જૂનો છે
ખરેખર, આ મામલો એક મહિના જૂનો છે. કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં અરિજીત સિંહે 'ગેરુઆ' ગીત ગાયું ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. થોડા દિવસો પછી અરિજીતનો કોન્સર્ટ રદ કરવામાં આવ્યો હતો. તેના પર ભાજપે આરોપ લગાવ્યો હતો કે મમતા સરકાર ભગવા રંગથી ડરી ગઈ હતી, તેથી તેણે કોન્સર્ટની મંજૂરી આપી ન હતી. બીજી તરફ, મમતા સરકારે કહ્યું હતું કે આ જ વિસ્તારમાં G-20 મીટિંગ યોજાવાની છે, તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોન્સર્ટ માટે પોલીસની પરવાનગી મળી ન હતી, તેથી તે રદ કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.