Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગમ્મત સાથે જ્ઞાન આપનાર અમરેલીના મિતિયાળાના શિક્ષક રઘુ 'રમકડું'ને વધુ એક એવોર્ડ

અમરેલી (Amreli) જિલ્લાના જાફરાબાદ તાલુકાની મિતિયાળા પ્રાથમિક શાળાના શિક્ષણ રાઘવ કટકીયા ઉર્ફે રઘુ રમકડુંને વધુ એક એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને મહારાષ્ટ્રના બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ઈન્ટરનેશનલ એજ્યુકેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.કચ્છમાં મુકામે યોજાયેલા બે દિવસીય કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.બાળકોને આગવી શૈલીમાં શિક્ષણ આપવામાà
ગમ્મત સાથે જ્ઞાન આપનાર અમરેલીના મિતિયાળાના શિક્ષક રઘુ  રમકડું ને વધુ એક એવોર્ડ
અમરેલી (Amreli) જિલ્લાના જાફરાબાદ તાલુકાની મિતિયાળા પ્રાથમિક શાળાના શિક્ષણ રાઘવ કટકીયા ઉર્ફે રઘુ રમકડુંને વધુ એક એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમને મહારાષ્ટ્રના બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ઈન્ટરનેશનલ એજ્યુકેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.કચ્છમાં મુકામે યોજાયેલા બે દિવસીય કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

બાળકોને આગવી શૈલીમાં શિક્ષણ આપવામાં પોતાનો અમૂલ્ય સમય ખર્ચ અને જ્ઞાન પીરસે છે
ઉલ્લેખનીય છે કે રાઘવ કટકિયા 'રઘુ રમકડું' પ્રાથમિક શાળાના બાળકોને આગવી શૈલીમાં શિક્ષણ આપવામાં પોતાનો અમૂલ્ય સમય ખર્ચ અને જ્ઞાન પીરસે છે.શાળામાં બાળકો સાથે બાળકના રૂપમાં નવા અભિગમ સાથે શૈક્ષણિક કાર્યની નોંધ રાજ્યથી દેશકક્ષાએ લેવાઈ છે.બાળમાનસને બરાબર સમજતા આ શિક્ષક જટિલ લાગતા ભણતરને સરળ બનાવવા પોતે રમકડું બની જાય ને ક્યારેક ગીતો ગાઈને, નૃત્ય તો ક્યારેક અભિનય કરીને વિદ્યાર્થીને સમજાય એ ઢબે ભણાવે છે.પણ આ શિક્ષકનો ભણાવવાનો અંદાજ અલગ છે.રાઘવ કટકિયાનો શિક્ષણ પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેમને અલગ તારવે છે. તેમના વિદ્યાર્થીઓ,તેમનું ગામ અને હવે તો રાજ્યભરમાં આ શિક્ષક રઘુ રમકડું નામે ઓળખાય છે.બાળકો રમકડાં ભૂલ્યા છે, રમતા ભૂલ્યા છે અને ઓનલાઈન વર્ગોના જમાનામાં મોબાઈલની સ્ક્રીનમાં તેમનું બાળપણ રૂંધાયું છે. જો કે અહીં તો અભાવમાં પણ ખેલવા સાથે ખીલવવાની તકનિક છે. રઘુ રમકડાંનો એવો નિસ્વાર્થ અને મહેનતપૂર્ણ પ્રયાસ છે.તેમનો તેમના કર્તવ્ય પ્રત્યેનો આત્મવિશ્વાસ છે.જેથી ટાંચા સાધનોમાં બાળકોને કમ સે કમ પ્રાથમિક શિક્ષણ અને આંતરિક શક્તિ ખીલવવાની એક દિશા મળે.

કચ્છમાં યોજાયો કાર્યક્રમ
કચ્છ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડાયટ પ્રાચાર્ય સંજયભાઈ ઠાકર,પદ્મશ્રી નારણભાઈ જોષી,રાજવી પરિવારના આરતી કુમારી,નરેશ વાઘ દ્વારા આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.