'ભારતને NATOમાં શામેલ કરવા માંગે છે અમેરિકા' રશિયાના વિદેશ મંત્રીનું મોટુ નિવેદન
શું અમેરિકા ભારતને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે NATOમાં સામેલ કરવા ઈચ્છે છે ? ભારત સરકારે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે આ દાવો કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. લવરોવે અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે નાટોમાં ભારતને સામેલ કરી ભારતને ચીન અને રશિયા વિરુદ્ધની લોબીનો એક ભાગ બનાવવા માંગે છે. 'રશિયા અને ચીન વિરુદ્ધના જુથવાદમાં ભારતનà«
Advertisement
શું અમેરિકા ભારતને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે કે NATOમાં સામેલ કરવા ઈચ્છે છે ? ભારત સરકારે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી, પરંતુ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે આ દાવો કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. લવરોવે અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે નાટોમાં ભારતને સામેલ કરી ભારતને ચીન અને રશિયા વિરુદ્ધની લોબીનો એક ભાગ બનાવવા માંગે છે.
'રશિયા અને ચીન વિરુદ્ધના જુથવાદમાં ભારતને શામેલ કરવા માંગે છે અમેરિકા'
લવરોવે મોસ્કોમાં મીડિયાને કહ્યું કે ચીન સાગર હવે તણાવના નવા વિસ્તાર તરીકે ઉભરી રહ્યો છે. આની પાછળ નાટોનો હાથ છે. નાટોએ યુક્રેનમાં પણ આવું જ કર્યું. રશિયાના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો કે નાટો દેશો મળીને ભારતને રશિયા અને ચીન વિરુદ્ધ જૂથવાદમાં સામેલ કરવા માંગે છે. નાટો દક્ષિણ ચીન સાગરમાં તણાવ વધારવામાં વ્યસ્ત છે, જેથી રશિયાની ઘેરાબંધી થઇ શકે. લવરોવે એમ પણ કહ્યું કે ચીન આ ઉશ્કેરણીઓને ગંભીરતાથી લે છે. તેમણે કહ્યું કે દક્ષિણ ચીન સાગરની જેમ નાટો તાઈવાનમાં પણ આગ સાથે રમી રહ્યું છે. તે પણ રશિયા માટે ખતરો બની શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા અને નાટો સાથે વધતા તણાવને કારણે રશિયાએ ચીન સાથે સૈન્ય સહયોગને વધુ તીવ્ર બનાવ્યો છે.
લવરોવે કર્યો AUKUS નો ઉલ્લેખ
રશિયાના વિદેશ મંત્રી લવરોવે કહ્યું કે અમેરિકાના નેતૃત્વમાં નાટો યુરોપમાં વિસ્ફોટક સ્થિતિ સર્જી રહ્યું છે. યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના નવા જોડાણ 'ઓસ્ટ્રેલિયા-યુકે-યુએસ' AUKUS નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે નાટો પણ ભારતને રશિયા વિરોધી અને ચીન વિરોધી બ્લોકમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે.
પશ્ચિમી દેશો દ્વારા પ્રસ્તાવિત પ્રાઇસ કેપનો વિરોધ
લવરોવે યુક્રેન યુદ્ધને કારણે રશિયાના તેલની નિકાસ પર યુએસ અને પશ્ચિમી દેશો દ્વારા પ્રસ્તાવિત પ્રાઇસ કેપનો પણ વિરોધ કર્યો.. તેમણે કહ્યું કે અમને તેનો કોઈ ડર નથી. અમે આ અંગે ભારત અને ચીન જેવા સાથી દેશો સાથે વાત કરીશું. કોઈ તૃતીય પક્ષ સજા આપવાનું નક્કી કરી શકે નહીં. યુક્રેન યુદ્ધમાં રશિયાને નબળું પાડવા માટે G7 સભ્ય દેશો રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રાઇસ કેપ લાદવા માંગે છે.
નાટો છે વિશ્વનું સૌથી શક્તિશાળી સૈન્ય ગઠબંધન
મહત્વપૂર્ણ છે કે નાટો વિશ્વનું સૌથી શક્તિશાળી સૈન્ય ગઠબંધન છે. તેની સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી. તેનું મુખ્ય મથક બ્રસેલ્સ, બેલ્જિયમમાં છે. તે સભ્ય દેશોની સામૂહિક સુરક્ષા સંસ્થા છે. તેના સભ્ય દેશોએ બાહ્ય આક્રમણની સ્થિતિમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો - અમેરિકામાં મહેસાણાના યુવકની ગોળી મારીને હત્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.