Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિન્દુસ્તાન મોટર્સ ફરી મેદાને, એમ્બેસેડર કાર ફરી દેખાશે રોડ પર?

આઇકોનિક એમ્બેસેડર કાર દેશની સૌથી લોકપ્રિય કારમાંથી એક રહી છે પરંતુ આ કારનું વેચાણ બંધ થઈ ગયું છે. એમ્બેસેડર કાર બનાવનારી કંપની ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશ કરી શકે છે. હિન્દુસ્તાન મોટર્સ ફરી એકવાર પુનરાગમન કરવાની યોજના બનાવી રહી છે.ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ઝડપી પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોમાં લોકોની રુચિ સતત વધી રહી છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોને
10:22 AM May 27, 2022 IST | Vipul Pandya
આઇકોનિક એમ્બેસેડર કાર દેશની સૌથી લોકપ્રિય કારમાંથી એક રહી છે પરંતુ આ કારનું વેચાણ બંધ થઈ ગયું છે. એમ્બેસેડર કાર બનાવનારી કંપની ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશ કરી શકે છે. હિન્દુસ્તાન મોટર્સ ફરી એકવાર પુનરાગમન કરવાની યોજના બનાવી રહી છે.
ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ઝડપી પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યો છે. ઈલેક્ટ્રિક વાહનોમાં લોકોની રુચિ સતત વધી રહી છે. સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી રહી છે. બદલાતા વાતાવરણમાં ઓટોમેકર્સ તેમના ઇલેક્ટ્રિક વાહનોના નવા મોડલ રજૂ કરી રહ્યા છે.
હિન્દુસ્તાન મોટર્સ EV ઉદ્યોગમાં યુરોપિયન ઓટોમોબાઈલ કંપની સાથે હાથ મિલાવીને તેના વ્યવસાયને પુનઃજીવિત કરવા માંગે છે. જો કે હજુ સુધી કંપની વિશે વધુ માહિતી સામે આવી નથી. પરંતુ અહેવાલ છે કે હિન્દુસ્તાન મોટર્સે યુરોપિયન EV ઉત્પાદક સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. બંને નિર્માતાઓ હાલમાં ઇક્વિટી માળખા અંગે ચર્ચા કરી રહ્યા છે. વર્તમાન સૂચિત માળખામાં, હિન્દુસ્તાન મોટર્સ પાસે 51 ટકા અને યુરોપિયન બ્રાન્ડનો બાકીનો 49 ટકા હિસ્સો રહેશે.
આ સંયુક્ત સાહસ દ્વારા માત્ર ઇલેક્ટ્રિક કાર જ નહીં, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પણ બનાવવામાં આવશે. કંપનીની પ્રથમ પ્રોડક્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. ઇલેક્ટ્રિક સ્કૂટર અથવા બાઇકને ખરીદદારો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું બજાર આ સમયે ઉચ્ચ સ્તરે છે અને તે સતત વધી રહ્યું છે.
આ ઈલેક્ટ્રિક વાહનો શરૂઆતમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુસ્તાન મોટર્સના ઉત્તરપારા પ્લાન્ટમાં બનાવવામાં આવશે. આ પ્લાન્ટ 2014 સુધી કાર્યરત હતો. કંપની ઉત્તરપરા વિસ્તારની 295 એકર જમીનનો ઉપયોગ કરશે. સંયુક્ત સાહસ આશરે રૂ. 600 કરોડનું રોકાણ કરશે. 

આ પન વાંચો:  Hyundai Grand i10 NIOSનું નવું વેરિઅન્ટ લોન્ચ, જાણો નવા ફીચર્સ અને કિંમત

Tags :
AmbassadorcarElectricVehicleEVGujaratFirstHindustanMotorsIconicMoU
Next Article