Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરે આ શું....સાધુ અને એ પણ નકલી ? જાણો અમરેલીમાં શું થયું

લોભ લાલચમાં આવીને લાખોની મત્તા ગુમાવવાનો કિસ્સો આવ્યો સામેનકલી સાધુ બનીને ચમત્કાર કરીને પૈસાનો વરસાદ કરી ખેડૂતને ફસાવ્યોખેડૂતને 10 કરોડની લાલચ આપીને 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપીંડીરાજકોટ જિલ્લાના 3 નકલી સાધુને અમરેલી LCB એ પકડી પાડયાઅમરેલી (Amareli) જિલ્લાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા 3 નકલી સાધુએ રૂપિયા 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપિંડી કરવાના કેસમાં અમરેલી એલસીબીએ àª
09:22 AM Feb 25, 2023 IST | Vipul Pandya
  • લોભ લાલચમાં આવીને લાખોની મત્તા ગુમાવવાનો કિસ્સો આવ્યો સામે
  • નકલી સાધુ બનીને ચમત્કાર કરીને પૈસાનો વરસાદ કરી ખેડૂતને ફસાવ્યો
  • ખેડૂતને 10 કરોડની લાલચ આપીને 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપીંડી
  • રાજકોટ જિલ્લાના 3 નકલી સાધુને અમરેલી LCB એ પકડી પાડયા
અમરેલી (Amareli) જિલ્લાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા 3 નકલી સાધુએ રૂપિયા 21 લાખ રોકડા અને 15 ગ્રામ સોનાની છેતરપિંડી કરવાના કેસમાં અમરેલી એલસીબીએ ઝડપી લીધા હતા. 

ખેડૂતને બતાવ્યો ચમત્કાર
અમરેલી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમરેલી જિલ્લાના દામનગર તાબાના કાચરડી ગામે થોડા દિવસ પહેલા ધીરુભાઈ કુકડીયા નામના ખેડૂત પાસે સાધુનો વેશ ધારણ કરી ત્રણ શખ્સ આવ્યા હતા. આ શખ્સોએ ખેડૂત પાસે ભિક્ષા માંગી હતી પણ ખેડૂત પાસે ભિક્ષાના પૈસા ન હતા. આ સમયે આ સાધુઓએ ચમત્કાર બતાવી ખેડૂતના ખિસ્સામાંથી પૈસા કાઢી બતાવ્યા હતા. આ ચમત્કાર જોઇને ખેડૂત સાધુઓથી પ્રભાવિત થઇ ગયો હતો.  

ખેડૂતને લાલચ આપી
ત્યારબાદ આ નકલી સાધુઓએ  મોબાઈલ નંબર લઈને ખેડૂતને  કર્જમાંથી મુક્ત કરવા રાજકોટ નજીક બોલાવ્યો હતો અને ત્યારબાદ ચમત્કારથી એક પેટીમાં 10 કરોડ રૂપિયા આવી જવાની લાલચ આપીને પૈસા ખંખેરવાનું  પ્રપંચ શરૂ કર્યું હતું.નકલી સાધુઓએ જમીન પર ચાદર પાથરીને 500 અને 100 ની ચલણી નોટોનો ઢગલો કરી બતાવતા ખેડૂત ધીરુભાઈ કરોડપતિ થવાની આશાએ નકલી સાધુના શીશામાં ઉતરી ગયા હતા.

છેતરપીંડી
તે સમયે એક સાધુ પડી જવાથી મો માંથી લોહી નીકળવાનો ઢોંગ કરીને ખાલી પેટી ખેડૂતને તાળું મારીને આપીને 10 કરોડ થઈ જવાની લાલચ આપી હતી અને  કટકે કટકે તમામે ભેગા મળીને ખેડૂત પાસેથી  21 લાખ રોકડા અને એક રુદ્રાક્ષની સોને મઢેલી માળા તેમજ એક ચેન મળી 15 ગ્રામ સોનુ 10 કરોડ રૂપિયા આપવાની લાલચ આપી છેતરપિંડી કરી લઈ લીધી હતી.

પોલીસે તપાસ શરુ કરી
આ મામલે દામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ અમરેલી એલસીબીએ જુદી જુદી ટીમ બનાવી બાતમી મેળવી આ ત્રણેય આરોપીને મુદ્દા માલ સાથે  ઝડપી પાડ્યા હતા. પોલીસે  ટપ્પાનાથ બાંભણિયા, જાનનાથ પરમાર અને તુફાનનાથ પરમારને ઝડપી લીધા હતા. 
આ પણ વાંચો---વ્યાજખોરોએ આપેલી પીડા પર લોન રૂપી મલમ, સરકાર-પોલીસની મદદથી પોણા બે કરોડની લોનના ચેકોનું વિતરણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmarelifakesadhusFraudGujaratFirstLCBpolice
Next Article