Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરુચમાં રસ્તો બનાવામાં ગેરરિતી આચરાતી હોવાના આરોપ સાથે હોબાળો

ભરૂચ સોનેરી મહેલ ખાતે ડામર રોડમાં વેસ્ટ કેમિકલ જેવું ઓઈલનો ઉપયોગ કરાતા લોકોનો હોબાળો.કોલ્ડ ડામર હોવાનું કોન્ટ્રાકટનું રટણચૂંટણી ટાણે રાતોરાત રોડ બનતા બબાલ.ભરૂચ (Bharuch) જીલ્લામાં વિધાનસભા ચૂંટણી (Assembly Elections) ટાણે આચારસંહિતા (Code of Conduct)હોવા છતાં મતદારોને રીઝવવા માટે બે મહિના પહેલા અપાયેલા ડામર કપચીના વર્ક ઓર્ડર બાદ રસ્તા (Road)નું કામ શરુ થતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હોવાના સમાચાર (News) આવી à
ભરુચમાં રસ્તો બનાવામાં ગેરરિતી આચરાતી હોવાના આરોપ સાથે હોબાળો
  • ભરૂચ સોનેરી મહેલ ખાતે ડામર રોડમાં વેસ્ટ કેમિકલ જેવું ઓઈલનો ઉપયોગ કરાતા લોકોનો હોબાળો.
  • કોલ્ડ ડામર હોવાનું કોન્ટ્રાકટનું રટણ
  • ચૂંટણી ટાણે રાતોરાત રોડ બનતા બબાલ.
ભરૂચ (Bharuch) જીલ્લામાં વિધાનસભા ચૂંટણી (Assembly Elections) ટાણે આચારસંહિતા (Code of Conduct)હોવા છતાં મતદારોને રીઝવવા માટે બે મહિના પહેલા અપાયેલા ડામર કપચીના વર્ક ઓર્ડર બાદ રસ્તા (Road)નું કામ શરુ થતાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો હોવાના સમાચાર (News) આવી રહ્યા છે.  ભરુચના સોનેરી મહેલ ખાતે રોડનું કામ કરવા આવેલા કોન્ટ્રાકટર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે કોન્ટ્રાકટરને સ્થાનિક નગરસેવકો છાવરતા હોવાના આક્ષેપ થયા હતા અને માર્ગ માં ડામર નહિ પરંતુ વેસ્ટ કેમિકલ જેવું કોલ્ડ ડામર હોવાનું જણાવી કામ શરુ કરાવ્યું હતું.

રસ્તા પર રીકાર્પેટીંગ શરુ કરાયું
ભરૂચમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચુકી છે.ત્યારે મતદારોને રીઝવવા માટે જૂની તારીખોના વર્ક ઓર્ડરો સાથે કામગીરી શરુ કરવામાં આવી છે. ભરૂચના સોનેરી મહેલ રોડ ઉપર ડામર કપચીનું રિકાર્પેટિંગ શરુ કરવામાં આવ્યું છે.જેમાં ડામર નહિ પરંતુ વેસ્ટ કેમિકલ ઓઈલ જેવો  પદાર્થ હોવાના આરોપ લાગ્યા હતા અને તેને કોન્ટ્રાકટરે કોલ્ડ ડામર હોવાનું કહી કામગીરી શરુ કરી હતું.પરંતુ જે કોલ્ડ ડામર હાથમાં નથી ચોંટતો તે માર્ગ ઉપર કેવી રીતે ચોંટે તે પ્રશ્નને લઈને સ્થાનિકો એ ભારે હોબાળો મચાવ્યો હતો. 
કેમિકલનો ઉપયોગ કરાતો હોવાનો આરોપ
રાત્રીએ ડામર નહિ પરંતુ કેમિકલ જેવા પદાર્થનો ઉપયોગ કરી રોડ બનાવવામાં ગોબાચારી થતી હોવાના આક્ષેપ સાથે લોકોએ ચાર કલાક સુધી હોબાળો મચાવતા કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી.પરંતુ સ્થાનિક નગરસેવકોની દરમ્યાનગીરી અને આજીજી ના કારણે કેમિકલ જેવા ઓઈલ પર્દાથ કે જેને કોલ્ડ ડામર કહેવામાં આવે છે.તેનાથી કામગીરી શરુ કરવામાં આવી હતી અને આ માર્ગ ની કેપિસિટી ત્રણ વર્ષ સુધી હોવાનું કોન્ટ્રાકટરે રટણ કરી પોતાનું કામ શરુ કર્યું હતું.
રજૂઆત પછી પણ પાલિકા જાગી ન હતી
શ્રીજી ઉત્સવમાં સ્થાનિક જુના ભરૂચના યુવક મંડળોએ શ્રીજી સવારીને લઈ માર્ગનું રીકેર્પેટિંગ કરવા માટે વારંવાર રજુઆત કરી હતી. છતાં પાલિકા તંત્ર જાગ્યું ન હતું અને અંતે બે મહિના પગલે રિકાર્પેટિંગ ના વર્ક ઓર્ડર સાથે કામ કરવા આવેલા કોન્ટ્રાકટનો હુરીયો બોલાવ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.