અખિલેશ યાદવ અને આઝમ ખાનનું સંસદ સભ્ય પદ્દ પરથી રાજીનામું, અખિલેશની નજર વિપક્ષનેતા પર?
અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટથી ધારાસભ્ય બન્યા અને આઝમ ખાન રામપુરથી ધારાસભ્ય બન્યા હતા . આ બંને નેતાઓએ લોકસભાના સભ્યપદ્દ પરથી રાજીનામુ આપ્યું છે. હવે બંને નેતા વિધાનસભાના સભ્યપદ્દ પર રહેશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદથી એક મોટો પ્રશ્ન હતો કે શું અખિલેશ યાદવ કરહાલ સીટથી ધારાસભ્ય રહેવાનું પસંદ કરશે કે આઝમગઢથી સાંસદ? અખિલેશ યાદવે આજે મંગળવારે લોકસભા
10:28 AM Mar 22, 2022 IST
|
Vipul Pandya
અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ સીટથી ધારાસભ્ય બન્યા અને આઝમ ખાન રામપુરથી ધારાસભ્ય બન્યા હતા . આ બંને નેતાઓએ લોકસભાના સભ્યપદ્દ પરથી રાજીનામુ આપ્યું છે. હવે બંને નેતા વિધાનસભાના સભ્યપદ્દ પર રહેશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદથી એક મોટો પ્રશ્ન હતો કે શું અખિલેશ યાદવ કરહાલ સીટથી ધારાસભ્ય રહેવાનું પસંદ કરશે કે આઝમગઢથી સાંસદ? અખિલેશ યાદવે આજે મંગળવારે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપતાં સ્પષ્ટ થઈ ગયું છે કે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી અને જીત મેળવનાર અખિલેશ યાદવ કરાલના ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે. માનવામાં આવે છે કે 2027ને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ પોતાની રણનીતિ બદલી છે. પાર્ટી માટે કેન્દ્રની રાજનીતિ કરતાં ઉત્તર પ્રદેશમાં પોતાની પકડ વધુ મજબૂત કરવી જરૂરી છે.
2017માં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અખિલેશ યાદવ કરતાં વધુ સક્રિયતા દર્શાવી અને ગ્રાઉન્ડ પર સતત કાર્યરત હતા. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સોશિયલ મીડિયા પર ટ્વિટર સુધી જ સીમિત રહ્યા. એવું માનવામાં આવે છે કે આ ધારણાને કારણે સપાને ચૂંટણીમાં નુકસાન થયું હતું.
હોળીના અવસર પર જ્યારે આખો મુલાયમ પરિવાર સૈફઈમાં એકઠા થયો હતો ત્યારે અખિલેશ યાદવે વિધાનસભાનું કે લોકસભાનું સભ્યપદ છોડવું જોઈએ તે અંગે નિર્ણય કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સપાના મુલાયમ સિંહ યાદવે પોતે અખિલેશને વિધાનસભામાં રહીને આગામી ચૂંટણીની તૈયારી શરૂ કરવાની સલાહ આપી હતી. રામ ગોપાલ યાદવ પણ એવું જ ઈચ્છતા હતા.
સમાજવાદી પાર્ટી ભલે સત્તાથી દૂર રહી હોય, પરંતુ વર્ષ 2017ની સરખામણીમાં 2022માં પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે. સીટો પણ ઘણી વધી ગઈ છે. પરિણામોથી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું અખિલેશ પોતે વિપક્ષના નેતા બનીને યોગી સરકારને ઘેરશે કે અન્ય નેતાને આગળ કરશે?
Next Article