પતંગ કપાયા બાદ ફીરકી લપેટવાનું આ વખતે આસાન, માર્કેટમાં આવી છે ઓટોમેટીક ફિરકી, બટન દબાવતા જ લપેટાશે દોરી
ઉત્તરાયણમાં પતંગ રસીયાઓનો સૌથી વધુ સમય પતંગ કપાયા બાદ ફીરકી લપેટવામાં જતા હોય છે. પતંગ જેટલો વધારે ઉંચે ચઢ્યા બાદ કપાયો હોય તેટલી વધારે દોરી ફીરકીમાં લપેટવી પડે છે.જેથી પતંગ રસીયાઓ કંટાળી જતા હોય છે. 5 વર્ષથી આ પ્રકારની ફિરકી બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો હતો પતંગ રસીકો વહેલી સવારથી ધાબા પર જઈને પતંગો ચગાવીને સામે વાળાની પતંગ કાપે છે ત્યારે પતંગ રસીયાઓને મોજ આવી જાય છે પરંતુ, ત્યાર àª
Advertisement
ઉત્તરાયણમાં પતંગ રસીયાઓનો સૌથી વધુ સમય પતંગ કપાયા બાદ ફીરકી લપેટવામાં જતા હોય છે. પતંગ જેટલો વધારે ઉંચે ચઢ્યા બાદ કપાયો હોય તેટલી વધારે દોરી ફીરકીમાં લપેટવી પડે છે.જેથી પતંગ રસીયાઓ કંટાળી જતા હોય છે.
5 વર્ષથી આ પ્રકારની ફિરકી બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો હતો
પતંગ રસીકો વહેલી સવારથી ધાબા પર જઈને પતંગો ચગાવીને સામે વાળાની પતંગ કાપે છે ત્યારે પતંગ રસીયાઓને મોજ આવી જાય છે પરંતુ, ત્યાર બાદ જે દોરીના ગુચ્છા ધાબા પર થયા બાદ તે દોરી ફરીથી ફીરકીમાં વીંટવાની આળસ તમામ પતંગ રસીયાઓને આવતી હોય છે, ત્યારે હવે આ વખતે આવી છે ઓટોમેટીક ફીરકી. જી હા અમદાવાદના રાયપુર દરવાજા પાસે આવેલી અંબીકા દુકાનના વેપારી દ્રારા છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની ફિરકી બનાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો જેમાં આ વખતે તેમણે સફળતા મેળવી છે.
ભારતમાં પહેલીવાર આવી આ પ્રકારની ફિરકી
ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે આવી અદભુત ફીરકી આવી છે કે ગમે તેટલી દોરી એકઠી થઈ હોય પરંતુ ફક્ત એક બટન દબાવી રાખવાથી તે દોરી જાતે જ વીટાંઈ જાય છે. ફિરકી વીંટવાથી કંટાળતા પતંગ રસિક માટે આવી અનોખી ફીરકી ગણી શકાય . ઇન્ડિયામાં પહેલી વાર આવી ઓટોમેટિક ફિરકી સામે આવી છે.
માત્ર એક બટનમાં લપેટાઇ જશે ફિરકી
બેટરીથી ચાલતી ફીરકી ફક્ત એક બટન દબાવવાથી દોરી વીંટાઈ જશે. હવે તહેવારની મજા માણી શકશો મેહનત વગર.આ ફીરકી 2100 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફીરકીની બેટરી 3 દિવસ સતત ફીરકી વાપરવા છતા પણ નહી પુરી થાય તે પ્રકારેની છે. જેથી તમે આરામથી ઉતરાયણ અને વાસી ઉતરાયણ આ ફીરકીની મજા માણી શકશો વગર મહેનતે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.