ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશની મહિલા સૈન્ય અધિકારીની અનોખી સિદ્ધી, વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિમાં બજાવશે ફરજ

વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ પર મહિલા સૈન્ય શકિતમહિલા સૈન્ય અધિકારીની અનોખી સિદ્ધિવિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિમાં બજાવશે ફરજકેપ્ટન શિવા ચૌહાણ સર્વોચ્ચ યુદ્ધક્ષેત્રમાં ફરજ બજાવશેસર્વોચ્ચ યુદ્ધક્ષેત્રમાં કાર્યરત થનારી પ્રથમ મહિલા અધિકારીકઠોર તાલીમ પૂર્ણ કર્યા બાદ કુમાર પોસ્ટ પર કાર્યરતફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કેપ્ટન છે શિવા ચૌહાણમહિલા સશક્તિકરણ (Women Empowerment)માં દેશવાસીઓàª
07:04 AM Jan 03, 2023 IST | Vipul Pandya
  • વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ પર મહિલા સૈન્ય શકિત
  • મહિલા સૈન્ય અધિકારીની અનોખી સિદ્ધિ
  • વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિમાં બજાવશે ફરજ
  • કેપ્ટન શિવા ચૌહાણ સર્વોચ્ચ યુદ્ધક્ષેત્રમાં ફરજ બજાવશે
  • સર્વોચ્ચ યુદ્ધક્ષેત્રમાં કાર્યરત થનારી પ્રથમ મહિલા અધિકારી
  • કઠોર તાલીમ પૂર્ણ કર્યા બાદ કુમાર પોસ્ટ પર કાર્યરત
  • ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કેપ્ટન છે શિવા ચૌહાણ
મહિલા સશક્તિકરણ (Women Empowerment)માં દેશવાસીઓની છાતી ગજ ગજ ફુલે તેવી ઘટના આકાર લઇ રહી છે. હવે વિશ્વની સૌથી ઉંચી યુદ્ધભૂમિ પર મહિલા સૈન્ય અધિકારી (Woman Army Officer) ફરજ બજાવી દેશ સેવા કરશે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કેપ્ટન શિવા ચૌહાણ (Captain Shiva Chauhan) હવે સિયાચીન ગ્લેશિયરમાં કુમાર પોસ્ટ ખાતે ફરજ બજાવશે.

કુમાર પોસ્ટમાં  તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી
દેશ માટે ગૌરવ ગણાતી આ ઘટના અંગે મળેલી માહિતી મુજબ ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કેપ્ટન શિવા ચૌહાણ વિશ્વના સર્વોચ્ચ યુદ્ધક્ષેત્રમાં પોતાની કઠિન તાલીમ પૂર્ણ કર્યા પછી કુમાર પોસ્ટમાં  તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી બની છે. 
મહિલાઓ પણ હવે પુરુષ સમોવડી
આપણા દેશમાં મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની ગઇ છે અને મહિલાઓ માટે કઠિન ગણાતા કાર્યો પણ મહિલાઓ આસાનીથી કરે છે. દેશના સૈન્યમાં પણ મહિલા અધિકારીઓ અને મહિલા જવાનો વર્ષોથી દેશ સેવા કરી રહી છે. અઘરા કાર્યોમાં પણ મહિલાઓએ નિપુણતા હાંસલ કરી છે ત્યારે દેશવાસીઓને ગૌરવ થાય તેવી ઘટના બની છે.


વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ પર મહિલા સૈન્ય શકિત તૈનાત 
વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ પર મહિલા સૈન્ય શકિત તૈનાત થઇ છે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કેપ્ટન શિવા ચૌહાણે મહિલા સૈન્ય અધિકારી તરીકે અનોખી  સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ સર્વોચ્ચ યુદ્ધક્ષેત્રમાં કાર્યરત થનારી પ્રથમ મહિલા અધિકારી બન્યા છે.  કઠોર તાલીમ પૂર્ણ કર્યા બાદ કુમાર પોસ્ટ પર તેઓ  કાર્યરત થશે. કેપ્ટન શિવા ચૌહાણ  સર્વોચ્ચ યુદ્ધક્ષેત્રમાં ફરજ બજાવશે અને તેથી દેશ મહિલા સશક્તિકરણમાં નવી સિદ્ધી હાંસલ કરશે. 
આ પણ વાંચો--હિમાચલ પ્રદેશમાં વારંવાર ધરતી કેમ હલે છે? 18 દિવસમાં ભૂકંપના 5 આંચકા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ArmyCaptainShivaChauhanGujaratFirstWomanArmyOfficerWomenEmpowerment
Next Article