દાહોદમાં લાખોની ચોરી કરનારી ટોળકી ઝડપાઇ
દાહોદ (Dahod) જિલ્લાના ફતેપુરાના હનુમાન ટેકરી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગત ૧૭ ડિસેમ્બર ના રોજ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.5 તસ્કર ઝડપાયાદાહોદના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના હનુમાન ટેકરી વિસ્તારમાં રોકડ રકમ સહીત સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ૨૬૩૦૦૦/- લાખ ની ચોરીનો ભેદ ઉકેલાયો. આ મામલે ફતેપુરા પોલીસે પાંચ શખ્સોà
દાહોદ (Dahod) જિલ્લાના ફતેપુરાના હનુમાન ટેકરી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગત ૧૭ ડિસેમ્બર ના રોજ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.
5 તસ્કર ઝડપાયા
દાહોદના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના હનુમાન ટેકરી વિસ્તારમાં રોકડ રકમ સહીત સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ૨૬૩૦૦૦/- લાખ ની ચોરીનો ભેદ ઉકેલાયો. આ મામલે ફતેપુરા પોલીસે પાંચ શખ્સોને રોકડ રકમ સહીત સોના ચાંદી ના દાગીના મળી કુલ ૧૪૪૦૦૦/- લાખ ની રકમ સાથે દાબોચી લીધા હતા.
લાખોની ચોરી થઇ હતી
ફતેપુરાના હનુમાન ટેકરી વિસ્તાર માં ૧૭ ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે બંધ મકાનના તાળા તોડી તસ્કારોએ ચોરીને અંજામ આપ્યો હતો અને સોના ચાંદી ના દાગીના અને રોકડ મળી કુલ ૨૬૩૦૦૦ /- લાખની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા.
પોલીસની ઉંડી તપાસ
મકાનમાં ચોરી અંગેની પોલીસ ફરિયાદ દાખલ થતા ફતેપુરા PSI જી.કે. ભરવાડ અને પોલીસની ટિમ દ્વારા તસ્કારોને પકડી પાડવા સધન પ્રયાસ હાથ ધરવા માં આવ્યા હતા. પોલીસ હ્યુમન ઇન્ટેલીજેન્સ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર એક શખ્સને ઝડપી પડી રિમાન્ડ દરમિયાન અન્ય બીજા પાંચ નામ પણ ખુલ્યા હતા.જેમાં અને જેમની પાસે થી ચોરી કરવા માટે વાપરવામાં આવેલ સાધનો તેમજ સોના ચાંદીના દાગીના હીરો સ્પલેન્ડર મોટર સાયકલ સહીત ચોરી ની રકમ ૮૨૫૦૦ /- હજારની રોકડ સહીત ૧૪૪૦૦૦/- લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement