મહેસાણા જિલ્લામાં 760 અતિ કુપોષિત બાળકોને સ્વસ્થ કરાયા
મહેસાણા જિલ્લામાં 760 અતિ કુપોષિત બાળકોને સ્વસ્થ કરાયારૂપિયા 29 લાખ ખર્ચ કરી કુપોષિત બાળકોને સ્વસ્થ કરાયાએપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 સુધી આરોગ્ય વિભાગ દ્વારા કરાયો હતો સર્વેસર્વેમાં 944 અતિ ગંભીર કુપોષિત બાળકો મળ્યા હતા944 બાળકો પૈકી 836 બાળકોના વજનમાં નોંધાયો વધારો14 દિવસ સતત સારવાર આપી 760 બાળકોને સ્વસ્થ કરાયાબાકીના અતિ કુપોષિત બાળકોની સારવાર હજુ ચાલુઅતિ ગંભીર કુપોષિત બાળકોને માતા સાથà«
- મહેસાણા જિલ્લામાં 760 અતિ કુપોષિત બાળકોને સ્વસ્થ કરાયા
- રૂપિયા 29 લાખ ખર્ચ કરી કુપોષિત બાળકોને સ્વસ્થ કરાયા
- એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 સુધી આરોગ્ય વિભાગ દ્વારા કરાયો હતો સર્વે
- સર્વેમાં 944 અતિ ગંભીર કુપોષિત બાળકો મળ્યા હતા
- 944 બાળકો પૈકી 836 બાળકોના વજનમાં નોંધાયો વધારો
- 14 દિવસ સતત સારવાર આપી 760 બાળકોને સ્વસ્થ કરાયા
- બાકીના અતિ કુપોષિત બાળકોની સારવાર હજુ ચાલુ
- અતિ ગંભીર કુપોષિત બાળકોને માતા સાથે સારવાર માટે કેન્દ્ર પર બોલાવાય છે
- બાલ સેવા અને સંજીવની કેન્દ્ર ખાતે બોલાવી અપાય છે સારવાર
- બાળકોને સાજા કરવા પાછળ યોજનામાં બાળક દીઠ રૂ.3900 સરકાર કરે છે ખર્ચ
ભારત સરકાર દ્વારા કુપોષિત બાળકો (Malnourished Child)નો આંક ઘટાડવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કુપોષણ દૂર કરવા ઝુંબેશ હાથ ધરે છે. આ કાર્યમાં અનેક NGO અને સેવાભાવી સંસ્થાઓ પણ પોતાની રીતે એનકેન પ્રકારે મદદ માટે આગળ આવી રહ્યા છે.
760 જેટલા કુપોષિત બાળકોને રૂપિયા 29 લાખ ખર્ચ કરી સ્વસ્થ કરાયા
મહેસાણા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 944 અતિ ગંભીર કુપોષિત બાળકોનો સર્વે દરમ્યાન આંકડો બહાર આવ્યો છે . જેમાંથી 760 જેટલા અતિ કુપોષિત બાળકોને સ્વસ્થ પણ કરાયા છે. 760 જેટલા કુપોષિત બાળકોને રૂપિયા 29 લાખ ખર્ચ કરી સ્વસ્થ કરાયા છે. આ આંકડો મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયેલ એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 સુધી ના આંકડા માં 944 કુપોષિત બાળકો સામે આવ્યા હતા. સર્વેમાં 944 અતિ ગંભીર કુપોષિત બાળકો મળ્યા હતા જે 944 બાળકો પૈકી 836 બાળકોના વજનમાં વધારો પણ નોંધાયો છે. આવા બાળકો ને 14 દિવસ સતત સારવાર આપી 760 બાળકોને સ્વસ્થ કરાયા છે. બાકીના અતિ કુપોષિત બાળકોની સારવાર હજુ ચાલુ છે. આવા અતિ ગંભીર કુપોષિત બાળકોને માતા સાથે સારવાર માટે કેન્દ્ર પર બોલાવાય છે. બાલ સેવા અને સંજીવની કેન્દ્ર ખાતે અતિ કુપોષિત બાળકો અને તેની માતાને બોલાવી યોગ્ય આહાર આપીને સારવાર અપાય છે. બાળકોને સાજા કરવા પાછળ યોજનામાં બાળક દીઠ રૂ.3900 સરકાર ખર્ચ કરે છે.
કુપોષીત બાળકોનો આંક વધી રહ્યો છે
મહેસાણા જિલ્લામાં પણ કુપોષીત બાળકોનો આંક વધી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે હાથ ધરી કોપોષણને નાથવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યો છે. ત્યારે કુપોષણ દૂર કરવા શરૂ કરવામાં આવેલ ઝુંબેશમાં ખર્ચનો આંક પણ 29 લાખ પાર પહોંચ્યો છે જેમાં આ યોજનામાં સ્થાનિક સંસ્થાઓ સાથે સરકાર પણ ખર્ચ કરી રહી છે.
આ પણ વાંચો---મહેસાણા જિલ્લામાં નશા મુક્તિ કેન્દ્રની કરાઈ શરૂઆત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement