Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બનાસકાંઠામાં ખાનગી બસ પલટી જતાં 55 મુસાફરોનો આબાદ બચાવ

બનાસકાંઠાના બાલારામ બ્રિજ પર પલટી બસખાનગી બસ પલટી જતાં 50 મુસાફરો ઘાયલપુનાથી જયપુર જતી હતી ખાનગી બસરોડ પર ક્રેન આડે આવતા લક્ઝરી બસ પલટીબાલારામ બ્રિજ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો.બનાસકાંઠા (Banaskantha)ના બાલારામ બ્રિજ પર ખાનગી બસ બલટી જતાં 55 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસ પુનાથી જયપુર જઇ રહી હતી. મુસાફરોમાં રોકકળબનાસકાંઠાના બાલારામ બ્રિજ પર બસ પલટી જતાં 55 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પà
બનાસકાંઠામાં ખાનગી બસ પલટી જતાં 55 મુસાફરોનો આબાદ બચાવ
  • બનાસકાંઠાના બાલારામ બ્રિજ પર પલટી બસ
  • ખાનગી બસ પલટી જતાં 50 મુસાફરો ઘાયલ
  • પુનાથી જયપુર જતી હતી ખાનગી બસ
  • રોડ પર ક્રેન આડે આવતા લક્ઝરી બસ પલટી
  • બાલારામ બ્રિજ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો.
બનાસકાંઠા (Banaskantha)ના બાલારામ બ્રિજ પર ખાનગી બસ બલટી જતાં 55 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસ પુનાથી જયપુર જઇ રહી હતી. 
મુસાફરોમાં રોકકળ
બનાસકાંઠાના બાલારામ બ્રિજ પર બસ પલટી જતાં 55 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ બાલારામ બ્રિજ પર આગળ જતા ડંપર ચાલકે બ્રેક મારતા પાછળ આવતી ક્રેનના ચાલકે પણ બ્રેક મારતા ક્રેનની પાછળ આવતી ખાનગી બસના ચાલકે સંતુલન ગુમાવી દીધું હતું અને બસ પલ્ટી ખાઈ ગઈ હતી. ઘટનાના પગલે મુસાફરોમાં રોકકળ મચી ગઇ હતી અને ગભરાટના દ્રષ્યો  જોવા મળ્યા હતા. પુનાથી રાજસ્થાનના ખીવાના જતી ખાનગી બસ પલટી મારતા ૫૫ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
15 મુસાફરોને ઇજા
ઘટનામાં બસમાં સવાર 55 મુસાફરોમાંથી 15 જેટલા મુસાફરોને ઈજાઓ થઈ હતી જ્યારે  બાકી ના મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બસ પલ્ટી મારતાની સાથે મુસાફરોનો શ્વાસ અધ્ધર થયા હતા. કેટલાક મુસાફરો ભયભીત થયેલા જોવા મળ્યા હતા.
રસ્તો ખુલ્લો કરાયો 
સમગ્ર ઘટનાની જાણ એલ એન્ડ ટી કમ્પની ના સ્ટાફ અને પાલનપુર તાલુકા પોલીસને થતા ઘટનાસ્થળે આવી રોડ વન વે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ક્રેનની મદદ થી બસને સાઈડમાં કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.