રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા Sonia Gandhi
લોકસભા પહેલા રાજ્યસભા (Rajya Sabha) ની બેઠકોને લઈને ચર્ચા ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સહિત ચાર નામોની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુર (Jaipur) પહોંચ્યા હતા અને પોતાનું નામાંકન ભર્યું છે. તેમના નિર્ણય બાદ ગાંધી પરિવાર (Gandhi Family) નો ગઢ ગણાતી રાયબરેલી બેઠકને લઈને અટકળો ચાલી રહી છે. કોંગ્રેસે રાજસ્થાનથી સોનિયા ગાંધી (Sonia Gandhi) ઉપરાંત બિહારમાંથી ડૉ.અખિલેશ પ્રસાદ સિંહ, હિમાચલ પ્રદેશથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી અને મહારાષ્ટ્રમાંથી ચંદ્રકાંત હંડોરને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો - Bharat Ratna : આ વર્ષે ભારત રત્ન માટે 5 લોકોના નામની જાહેરાત
આ પણ વાંચો - બાબા સિદ્દીકીએ છોડ્યો Congress નો સાથે, આપી દીધું રાજીનામું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ